ગૂગલ પે વાપરો છો તો થઇ જજો સાવધાન

1024

ગૂગલ પે વાપરો છો તો થઇ જજો સાવધાન

દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ગૂગલની ઓનલાઇન પે સિસ્ટમ ગૂગલ પે નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યું છે તેવી વાત છે. અયોગ્ય રીતે ગ્રાહકોના આધાર અને બેઁકથી જોડાયેલી માહિતી હાંસલ કરીને તેનો ઉપયોગ કરીને તેને પોતાની પાસે રાખી રહી છે.

ગૂગલ પે પર લાગ્યા આરોપ

ફેસબૂક પર પણ લાગ્યા હતા આરોપ

14 જાન્યુઆરીએ થશે સુનાવણી

સુનાવણી માટે ગુરુવારે ન્યાયાધીશ વિભુ બાખરુ અને ન્યાયાધીશ પ્રતીક જાલાનની પીઠ સમક્ષ સુચિબદ્ધ હતું, આ પીટીશન પર આગળની સુનાવણી 14 જાન્યુઆરી 2021ના રોજ થશે.

શું છે આરોપ 
મિશ્રાએ તેની અરજીમાં દાવો કર્યો છે કે, જી પે આધાર નિયમ 2016 અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 1949ની કથિતરૂપથી ઉલ્લંઘન કરીને આધાર ડેટા મેળવી રહી છે અને પોતાની પાસે રાખી રહી છે. આ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે જેથી તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે.

ફેસબૂક પર પણ લાગ્યા હતા આરોપ 
નોંધનીય છે કે આજકાલ પ્રાઇવસી ભંગના આરોપો વધી રહ્યાં છે અને ગૂગલ પહેલા પણ ફેસબૂક પર આ પ્રકારના આરોપ લાગી ચૂક્યા છે.

 

ઝૂકરબર્ગની કંપની ફેસબૂક પર દુનિયાના લગભગ દરેક લોકો એક્ટિવ રહે છે પરંતુ જ્યારે ફેસબૂક પર આરોપ લાગ્યો કે આપણી પ્રોફાઇલની પ્રાઇવસી નથી ત્યારે લોકોએ પોતાની પ્રોફાઇલ ડિલીટ પણ કરી લીધી હતી.

આ જ રીતે હાલમાં ગૂગલ પે પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે પણ યુઝર્સના ડેટા ચોરે છે. આધાર અને બેઁક ડિટેઇલ્સ લઇને પોતાની પાસે રાખી રહ્યું છે. હવે આગળ શું થશે તેની જાણકારી તો 14 જાન્યુઆરીએ જ મળશે.

સોર્સ