મહારાષ્ટ્રના ભંડારામાં મોટી દુર્ઘટના

115

મહારાષ્ટ્રના ભંડારામાં મોટી દુર્ઘટના

મહારાષ્ટ્રના ભંડારામાં શનિવારે મોટી દુર્ઘટના બની ગઈ છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે બે વાગ્યે આગ લાગી ગઈ હતી, જેમાં 10 બાળકનાં મોત થયાં છે, જેમની ઉંમર એક દિવસથી માંડી 3 મહિના સુધીની છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
.
આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2 વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે.


.
.
આખી હોસ્પિટલને પોલીસે બંધ કરાવી દીધી છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરવામાં આવે. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.
.
.

મળતી માહિતી પ્રમાણે, આ વોર્ડમાં લગભગ 17 બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌથી પહેલા એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને આની જાણ કરી. ત્યાર પછી સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. આની ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવાઈ. ફાયરકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
.
.

ઘટના પછી હોસ્પિટલની બહાર ભીડ ભેગી થઈ ગઈ છે. લોકોનો આરોપ છે કે ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.
.