ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના સળગી જતા મોત.

175

ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના સળગી જતા મોત.

➡️_પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યું થયા છે. ટ્રક અને કાર સામ-સામે ભટકાતા સળગી ઉઠ્યા હતા.

➡️_ અકસ્માત બાદ અચાનક આગ લાગ કારમાં બેઠેલા 3 લોકો સળગી જતા મૃત્યું થયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

➡️_ગોંડલના બિલિયાળા પાટિયા પાસે ટ્રક અને કાર સામ-સામે ટકરાતાં બંનેમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇને કારમાં બેઠેલા લોકોના સળગી જતાં મૃત્યું પામ્યાં છે.

➡️_આ અકસ્માત સર્જાતા નજીકના લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ કરી હ તી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો.