દીવ દમણમાં દારૂબંધી

1065

દીવ દમણમાં દારૂબંધી

ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવમાં લદાઈ દારૂબંધી, જાણો વિગત

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને દીવમાં દારૂબંધી લગાવી દેવામાં આવી છે.

દાદરા નગરહવેલી, દમણ અને દીવમાં તારીખ એક નવેમ્બરે સાંજે 6 વાગ્યા બાદ અને 2 અને 3 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી દારૂ વેચવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે અને આ સંઘપ્રદેશમાં દારૂબંધી નથી. જેથી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના સમયે આ સ્થળોએ દારૂબંધી લગાડવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં મોરબી, ગઢડા, ડાંગ, ધારી, અબડાસા, લીંબડી, કપરડા અને કરજણ સમાવેશ થાય છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા અને અમરેલીની ધારી બેઠક પર પેટાચૂંટણી હોવાથી આ દારૂબંધી લગાવી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લાના કપરાડા બેઠક પર પેટાચૂંટણી હોવાથી આ દારૂબંધી લગાવી દેવામાં આવી છે. કપરાડાથી દાદરા નગરહવેલી 40 કિ.મી. થાય છે. જ્યારે કપરાડાથી દમણ 54 કિ.મી. થાય છે.

આવી જ રીતે અમરેલીની ધારી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઇ રહી છે. ધારીથી દીવનું અંતર 86 કિ.મી. છે.
જેને કારણે પેટાચૂંટણી સમયે ગુજરાતની નજીક આવેલા આ સ્થળોએ દારૂબંધી લગાવવામાં આવી છે.