આધારકાર્ડમાં આ સેવાઓ મળે છે મફત

1686

આધારકાર્ડમાં આ સેવાઓ મળે છે મફત

આધારકાર્ડ Aadhaar એક ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. યુઆઈડીએઆઈ UIDAI દ્વારા જારી કરાયેલા આધારકાર્ડમાં વપરાશકર્તાની બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવી છે. આધારકાર્ડની ઉપયોગિતા આ દ્વારા સાબિત થાય છે. આધારકાર્ડ વિના તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળી શકશે નહીં. આ સિવાય આધારકાર્ડ વિના બેન્કમાં ખાતું ખોલી શકાતું નથી.

આ સાથે જ શાળામાં બાળકોના પ્રવેશ માટે આધારકાર્ડ માંગવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમારા આધારકાર્ડમાં કોઈ ભૂલ છે, તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજી બાજુ, તમને આધારકાર્ડમાં સુધારણા માટેના નિયમોની જાણકારી નથી. તેથી તમારી મુશ્કેલી બમણી વધી જાય છે.

આજે તમને આધારકાર્ડ સુધારવાના નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ. ચાલો જાણીએ આ નિયમો વિશે …

આધાર નોંધણી એકદમ નિ:શુલ્ક છે
આધાર નોંધણી એકદમ નિ:શુલ્ક છે અને તે મફતમાં બનાવવામાં આવે છે. યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) એ ગુરુવારે એક ટ્વિટમાં કહ્યું કે આધાર નોંધણી મફત છે અને આધારને અપડેટ કરવા માટે ફી અગાઉથી નક્કી કરવામાં આવી છે. જો કોઈ તમારી પાસેથી વધારાની રકમની માંગ કરે છે, તો તમે 1947 પર કોલ કરી અને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે uidai.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો.

તેના ટ્વીટમાં UIDAI એ કહ્યું છે કે, જો તમે તમારા આધારમાં ફેરફાર કરો છો અથવા બાયોમેટ્રિક અપડેટ કરો છો, તો તમારે 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ફક્ત ડેમોગ્રાફિક વિગતોમાં ફેરફાર કરો છો, તો તમારે આ માટે ફક્ત 50 રૂપિયા ચૂકવવા પડશે આ દસ્તાવેજો જરૂરી છે – તમારા આધારકાર્ડમાં કોઈપણ ફેરફાર માટે તમારી પાસે માન્ય દસ્તાવેજ હોવો જોઈએ.

આ પણ વાંચો :

હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર
આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક
નવો નંબર આધારની સાથે લિંક કરો

આ દસ્તાવેજોના આધારે, તમારું સરનામું અપડેટ કરવામાં આવશે અથવા જન્મ તારીખ જેવા ફેરફારો કરવામાં આવશે. હાલમાં, યુઆઈડીએઆઈ 32 દસ્તાવેજોને ઓળખ પુરાવા, 45 દસ્તાવેજો સરનામાંના પુરાવા તરીકે અને 15 દસ્તાવેજોને જન્મ તારીખમાં પરિવર્તન માટે માન્ય તરીકે ગણાવે છે.

આધારકાર્ડ ખોવાઈ જાય તો ગભરાશો નહીં – યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ પોતાના ટ્વિટમાં કહ્યું છે આધાર ખોવાઇ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરીને તમે ફરીથી તમારી EID મેળવી શકો છો. આ સિવાય તમે https://resident.uidai.gov.in/lost-uideid પર ક્લિક કરીને ફરીથી તમારો EID અથવા આધાર નંબર મેળવી શકો છો.

સોર્સ