ગુજરાત સરકારે કરી 25 ટકા સ્કૂલ ફી માફ

401

ગુજરાતના શિક્ષમમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ગુજરાત કેબિનેટની મીટીંગ બાદ ફી મામલે મોટી જાહેરાત કરી હતી.

અમદાવાદમાં વિરોધ

ફી માફીના મુદ્દે અમદાવાદમાં ઉગ્ર વિરોધ ઉઠી રહ્યો છે. અમદાવાદમાં વાલીમંડળ અને વાલીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. 100 ટકા ફી માફ કરવા પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ભુપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેરાત કરે તે પહેલા વિરોધ થયો હતો.

પાટણમાં ફી મામલે વિરોધ

ગુજરાત જન અધિકાર મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણ કલેકટર ઑફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.. વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફીની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ એટલું જ નહીં. વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.

SOURCE : CLICK HERE