અહીં બહાર પડી છે બંપર વેકેન્સી

294

અહીં બહાર પડી છે બંપર વેકેન્સી

રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (DRDO)એ અપ્રેંટિસના અનેક અલગ-અલગ પદો પર વેકેન્સી બહાર પાડી છે. આઇટીઆઇથી લઇને, ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન કરનારા સુધી માટે ભારત સરકારની નોકરી મેળવવાનો શાનદાર મોકો છે. ખાસ વાત એ છે કે આ ભરતીઓ માટે કોઇપણ પ્રકારની પરીક્ષા નહી આપવી પડે.

કયા પદો પર આ ભરતીઓ થશે? જરૂરી યોગ્યતાઓ શું માગવામાં આવી છે? અરજી ક્યારથી શરૂ થશે અને કઇ તારીખ સુધી કરી શકાશે? પસંદગીની પ્રક્રિયા શું હશે? આ તમામ સવાલોના જવાબ આગળ આપવામાં આવ્યા છે.

 

આ પદો પર છે વેકેન્સી

  • ગ્રેજ્યુએટ અપ્રેંટિસ ટ્રેની- 80 પદ
  • ડિપ્લોમા અપ્રેંટિસ ટ્રેની- 30 પદ
  • આઇટીઆઇ અપ્રેંટિસ ટ્રેની- 40 પદ
  • કુલ પદોની સંખ્યા- 150

જરૂરી લાયકાત

અલગ-અલગ પદો માટે શૈક્ષણિક યોગ્યતાઓ અલગ-અલગ માગવામાં આવી છે.

આઇટીઆઇ વોકેશનલ કોર્સ કરતા ઉમેદવારોથી લઇને એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ કરનારા સુધી માટે આ નોકરી છે. તેની વિસ્તૃત માહિતી આગળ આપવામાં આવેલી નોટિફિકેશન લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો.

તમામ પદો માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ 27 વર્ષ છે. અનામત વર્ગોને મહત્તમ વય મર્યાદામાં પણ છૂટ આપવામાં આવશે.

 

આ રીતે કરો અપ્લાય

આ વેકેન્સી માટે તમારે ડીઆરડીઓ રિક્રૂટમેન્ટની વેબસાઇટથી ઑનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા 7 જાન્યુઆરી 2021થી શરૂ થઇ રહી છે. તમારી પાસે 29 જાન્યુઆરી 2021 સુધી અપ્લાય કરવાનો સમય છે. કોઇ એપ્લીકેશન ચાર્જ ચુકવવો નહી પડે. આગળ આપવામાં આવેલી Apply લિંકથી અરજી કરી શકો છો.

કેવી રીતે થશે સિલેક્શન

આ પદો પર ભરતી માટે કોઇ પ્રકારની લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ નહી થાય, ક્વોલિફાઇંગ એક્ઝામમાં મળેલા ગુણોના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને નિયુક્તિ કરવામાં આવશે. અરજીમાં ભરવામાં આવેલી ડિટેલ તથા ક્વોલિફિકેશન ડોક્યુમેન્ટ્સના આધારે શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે.

સોર્સ