આ ચોમાસામાં મકાનની અગાસીનું વધારાનું વરસાદનું પાણીને ઉતારો જમીનમાં..અને કરો તળને ઉંચા..

1136

તમે જાણો જ છો, કે હાલમાં વરસાદ ઓછો હોવાથી જમીનના તળિયાનું પાણી ખાલી થતું જાય છે, તેવામાં વરસાદનું વધારાનું પાણી ગામની બહાર નદી, નાલા કે દરિયામાં જતું રોકવા માટે અને ગામનું પાણી ગામમાં રહે તે માટે ઘણા રસ્તા છે જે આપણે આજે વાત કરીશું..

 

varsad-nu-pani-jamin

 

બહુ જ સરળ ઉપાય..
ભૂગર્ભમાં તમારી જરૂરુયાત મુજબ વોટરપૃફ ટાંકી બનાવો. છત પરથી પાઇપ વાટે ઉતારતા પાણીને બે પીપમાં સ્વચ્છ કરી ટાંકામાં ઉતારો. બોરિંગ ના હોય તો ખાડો કરી ગ્રાઉંડ વોટર રીચાર્જ કરી શકાય. તમારી પાસે ભૂગર્ભ કૂવો હોય તો તેમાં પાણી ઉતારો. અગાસીનુ પાણી ભૂગભૅ ટાકામા ત્યાથી સીધુ કનેકશન બોરમા આપવુ..

varsad-nu-pani-jamin

 

ફળીયામાં પણ કુવૉ કરી શકાય છે કુવો ઓછામાં ઓછો 20 ફુટ ઊડો કરો જેથી પાણી વધારે ભરાઈ શકે કુવો બનાવ્યા બાદ જો એ પાણી ઊપયોગમા લેવુ હોય તો ફરમા ભરાવી દો અને જો ભુગર્ભ મા જ લેવુ હોય તો તેમા રોડા (ભાંગેલી ઈટોના ટુકડા )ભરીદો ત્યા બાદ ઓછામાં ઓછા 5 ફુટ રોડા ભર્યા બાદ તેમ રેત બરાબર ભરી દો ફરીથી રોડા ભરો અને ફરી રેત એમ આખો કુવો પુરો ભરી દો  કુવો 5 ફુટ બાકી રહે ત્યા સુધી આ રીતે કરો અને ઊપરનો 5 ફુટ ફક્ત ઈંટો ના ટુકડા ભરો જેથી પાણી સહેલાઈથી જમીન ઊતરે ત્યાર બાદ  કુવા ઊપર ધાબુ ભરીદો અને એક 3×3 ની બારી રાખૉ જેથી અંદર કચરો ભેગા થાય તે પાણી સુકાયા બાદ બહાર કાઢી શકાય આ પ્રક્રિયાને ભૂગર્ભજળ રીચાર્જ કહેવા છે…

varsad-nu-pani-jamin

 

છત ને એક વખત સાફ કરી દેવી જોઇએ, પછી વરસાદનું પાણી છતની પાઈપ વડે ભુગર્ભ ટાંકી માં ઊતારી દો હવે ઘરે જે બોર હોય તેની પાઈપ આ ટાંકી મા ઊતારી દો અને સબમર્સીબલ મોટર ચાલુ કરો પાણી આવી જાય એટલે સબમર્સીબલ બંધ કરી દો એટલે ટાંકીનું પાણી સીધુ બોરની ઊંડાઈ સુધી ઊતરી જશે અને બોર આસાનીથી રીચાર્જ થશે.

કંમ્પાઊન્ડ વૉલ બનાવો ત્યારે ગૅટ થોડોક ૧૦ સે.મી. અદ્ધર રાખો, કંમ્પાઊન્ડમાં પત્થર લગાવશો નહીં, દરેક વરસાદે ૧૦ સે.મી.જેટલુ પાણી જમીનમાં ઉતરી જશે.

ઓછોમાં ઓછો ૫૦ થી ૧૫૦ ફુટ સુધીનો બોર કરાવી પાઇપલાઇન દ્વારા તેમાં પાણી ઉતારી શકાય.
બોરિંગ હોય તો તેની આસપાસ 4ફુટ ની ત્રિજ્યા માં ખોડો કરો, ઊંડાઈ 5 થી 10 ફુટ રાખી શકાય, એમાં મીડિયમ સાઇઝ નું gravel (રેતી ના મોટા કાંકરા) ભરી દો, એમાં ટેરેસ નું પાણી સીધું પાઇપ થી ઉતારી દીયો..