iPhone અન્ય મોબાઈલની તુલનામાં આટલા મોંઘા શા માટે હોય છે, જાણો તેની પાછળનું કારણ

269

આજે આપણે બધા ટેકનોલોજી પર નિર્ભર છીએ. ભાગ્યે જ એવું કોઈ કામ હશે, જે ટેકનોલોજી વગર થતું હશે. આપણને ચારોતરફ ટેકનોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે છે. પછી તે કોમ્પ્યુટર હોય કે રેડિયો, વાહન હોય કે અન્ય કોઈ ચીજો, આ બધામાં સૌથી મુખ્ય છે મોબાઇલ. તેના વગર આજનાં માનવ જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. મોબાઇલે સમગ્ર દુનિયાને લાવીને વ્યક્તિના હાથમાં રાખી દીધેલ છે.

આજે બજારમાં આપણી પાસે ઘણા પ્રકારના મોબાઇલ છે. દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં મોબાઇલ ફોનનું વેચાણ થાય છે. અમુક સસ્તાં, અમુક મોંઘા અને અમુક ખૂબ જ મોંઘા હોય છે. આજે અમે તમને આ બધા મોબાઈલ માંથી એક એપ્પલ વિશે દિલચસ્પ વાતો જણાવીશું. તમે જોયું હશે કે એપ્પલનો મોબાઈલ અન્ય મોબાઇલ ફોનની તુલનામાં ખૂબ જ મોંઘો હોય છે. તો તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે હોય છે.

એપ્પલનાં iPhone પોતાની પ્રાઇવેસીને કારણે વધારે મશહુર છે. iPhone માં તમારા રહેલા પ્રાઇવેટ ડેટાને ખાસ સુરક્ષા મળે છે. તેની સાથે જ એપ્પલનાં દરેક મોબાઇલમાં હેકિંગની સંભાવના બિલકુલ ન બરાબર થઈ જાય છે. એપ્પલ માં કોઈપણ નવી અથવા અજાણી એપ્લિકેશન ડાઉનલોડ થઇ શકતી નથી. Google Play Store સાથે તુલના કરવામાં આવે તો App Store ખૂબ જ સુરક્ષિત હોય છે.

તેની સાથે જ પ્રવેશને લઈને એપ્પલ હવે વધારે સખત થઈ ચુકેલ છે. iOS 14 એપ્લિકેશન બનાવનારી કંપનીઓ પર ખૂબ જ વધારે સખત થઈ ગઈ છે. હવે પહેલી વખત કોઈપણ એપ્લિકેશનનાં યુઝરનાં ડેટાનાં ઉપયોગની માહિતી એપ્પલ સાથે શેર કરવાની રહેશે. મતલબ કે એપ દ્વારા જણાવુ પડશે કે યુઝરનાં ડેટાને ક્યારે અને કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે.

ફક્ત આ બે ફીચર્સ જ કામનાં નથી, તેની સાથે અન્ય ઘણી વાતો છે જે iPhone ને ખૂબ જ ખાસ બનાવે છે. કદાચ તમને જાણ નહીં હોય કે ફેસબુક (Facebook) અને ગુગલ (Google) જેવી ઘણી એપ્લિકેશન તમારી જાણકારી વગર તમારા ફોનના કેમેરા અને માઇક જોડાયેલી જાણકારી એકત્ર કરે છે. વળી જો કોઈ એપ તમારી પરવાનગી વગર તમારા કૅમેરા અથવા માઇકનો ઉપયોગ કરે છે, તો iPhone નાં ફ્રન્ટ માં રહેલ ઇન્ડિકેટર બ્લિંક થવા લાગે છે.

તેની સાથે જ એપ્પલનાં App Store માં રજીસ્ટ્રેશન પહેલા કોઈપણ એપ ને સખત સુરક્ષા માપદંડો માંથી પસાર થવું પડે છે. એ જ કારણ છે કે તમે iPhone ની સાથે એપ દ્વારા ફ્રોડ નાં સમાચાર ક્યારેય સાંભળ્યા નહીં હોય. તેની સાથે વધતા જતા ફ્રોડનાં મામલાને ધ્યાનમાં રાખીને એપ્પલે સ્પષ્ટ કરી દીધું છે કે App Store માં રહેલ કોઈપણ એપ યુઝરની પરવાનગી વગર કોઈપણ પ્રકારનાં ડેટાને લેવાનો હક્ક નથી. સાથોસાથ યુઝર દ્વારા ઓનલાઇન સર્ચ કરવામાં આવેલ ડેટાનો એક્સેસ પણ નહીં આપવામાં આવે.