ગેમિંગ ફોન આસુસ રોગ ફોન 3માં નવું વેરિઅન્ટ મળશે. જાણો ! તેની કિંમત..

469

ગેમિંગ ફોન આસુસ રોગ ફોન 3માં નવું વેરિઅન્ટ મળશે..

આસુસ રોગ ફોન 3ને ભારતમાં નવું વેરિઅન્ટ મળવાનું છે. થર્ડ-જનરેશન એન્ડ્રોઈડ ગેમિંગ ફોન કે નવા 12GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 16 ઓક્ટોબરથી શરુ થનારા 6 દિવસના ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન લોન્ચ કરવામાં આવશે.

ફોનનું બેઝ મોડેલ 8GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવશે.

ફ્લિપકાર્ટ પર વેચાણ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ડનો ઉપયોગ કરવાથી ઈન્સ્ટન્ટ કેશબેકની સાથે ત્રણેય કોન્ફિગ્રેશન નો-કોસ્ટ EMI પર અવેલેબલ હશે.

નવાં 12GB+128GB વેરિઅન્ટની કિંમત 52,999 રૂપિયા હશે. તેનાં 12GB+256GB વેરિઅન્ટની કિંમત 57,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે.