ઇન્સ્ટાગ્રામ નું નવું રિસેન્ટલી ડીલીટેડ ફીચર ફોટોઝ વીડીઝ વગેરે ને રીસ્ટોર કરવા ની અનુમતિ આપશે

205

ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવા માં આવી રહ્યું છે જેની અંદર તેઓ યુઝર્સ ને તે કન્ટેન્ટ ને રીસ્ટોર કરવા નું અનુમતિ આપશે કે જે તેમણે છેલ્લા 30 દિવસ ની અંદર ડીલીટ કર્યું છે. અને આ રિસેન્ટલી ડીલીટેડ ફીચર નો ઉપીયોગ એપ ની અંદર થી સેટિંગ્સ ની અંદર થી કરી શકાય છે અને તેની અંદર ફોટોઝ, વિડિઓઝ, રીલ્સ અને આઇજીટીવી વિડિઓઝ ને રીસ્ટોર કરી શકાય છે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ યુઝર્સ દ્વારા સ્ટોરીઝ ને પણ રીસ્ટોર કરી શકાય છે પરંતુ તે ફોલ્ડર ની અંદર માત્ર 24 કલ્લાક માટે રહેશે. અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના પ્રોટેક્શન ની અંદર પણ સુધારો કરવા માં આવ્યો છે જેથી હેકર્સ દ્વારા પોસ્ટ ને ડીલીટ ના કરી શકાય.

આ ફીચર વિષે ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના એક બ્લોગ પોસ્ટ દ્વારા જણાવવા માં આવેલ છે અને તેની અંદર કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ ફીચર વિષે ઘણા બધા લોકો લાંબા સમય થી આ ફીચર ને માંગી રહ્યા હતા.

ઇન્સ્ટાગ્રામ ની અંદર થી જયારે પણ ફોટોઝ, વિડિઓઝ, રીલ્સ, આઇજીટીવી વીડિયોઝ, સ્ટોરીઝ વગેરે ને જયારે ડીલીટ કરવા માં આવે છે ત્યારે તેને એકાઉન્ટ ની અંદર થી તરત જ ડીલીટ કરી દેવા માં આવે છે. અને ત્યાર પછી તેને રિસેન્ટલી ડીલીટેડ ફોલ્ડર ની અંદર ટ્રાન્સફર કરી દેવા માં આવે છે જેની અંદર તેઓ 30 દિવસ સુધી રહે છે. અને જો 30 દિવસ ની અંદર તેને રીસ્ટોર નહિ કરવા માં આવે તો ત્યાર પછી તે પોતાની મેળે જ ડીલીટ થઇ જાય છે. જોકે આ ફીચર ની અંદર સ્ટોરીઝ માત્ર 24 કાલકા માટે રિસેન્ટલી રીસ્ટોર ફોલ્ડર ની અંદર રહી શકે છે.

આ ફીચર નો ઉપીયોગ કરવા માટે યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ ની અંદર લેટેસ્ટ એપ ની અંદર જય અને સેટિંગ્સ ની અંદર જય અને ત્યાર પછી એકાઉન્ટ ની અંદર થી રિસેન્ટલી ડીલીટેડ ના વિકલ્પ ને ચકાશી શકે છે. અને તે જગ્યા પર થી યુઝર્સ જેતે કન્ટેન્ટ ને રીસ્ટોર અથવા હંમેશા માટે ડીલીટ કરી શકે છે.

જો તમારા ઇન્સ્ટાગ્રામ ની ગ્રીડ પર થી કોઈ પોસ્ટ ને ડીલીટ કરવા માં આવેલ છે તો તે જ જગ્યા પર તે ફરી પહોંચી શકે છે અને લોકો તે પોસ્ટ ની અંદર ઈન્ટરેક્ટ પણ કરી શકે છે. એ જો કોઈ પોસ્ટ ને આર્કાઇવ ની અંદર થી ડીલીટ કરવા માં આવેલ છે તો તે ફરી થી આર્કાઇવ ની અંદર પોહોચી જશે.

આ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામએ જાહેરાત કરી હતી કે તે હેકર્સને પોસ્ટ્સ હેકિંગથી બચાવવા માટે સુરક્ષા ઉમેરી રહી છે. ફેસબુકની માલિકીની કંપનીએ કહ્યું કે તે તાજેતરમાં ચકાસાયેલ સામગ્રીને કાયમી રીતે ડીલીટ કરી નાખતી વખતે અથવા રીસ્ટોર કરતી વખતે લોકોને તે ચકાસવા માટે પૂછશે કે તેઓ પહેલા યોગ્ય એકાઉન્ટ ધારકો છે.