બોસે ! લોન્ચ કર્યાં 2 નવાં ઈયરબડ્સ અને ઓડિયો સનગ્લાસ..

430

1. બોસે લોન્ચ કર્યાં 2 નવાં ઈયરબડ્સ અને ઓડિયો સનગ્લાસ..

ઓડિયો પ્રોડક્ટ મેકર બોસે ભારતમાં QC ઈયરબડ્સ, સ્પોર્ટ ઈયરબડ્સ સાથે 2 બોસ ફ્રેમ્સ ઓડિયો સનગ્લાસ પણ લોન્ચ કર્યાં છે. QCના 2 કલર વેરિઅન્ટ અને સ્પોર્ટનાં 3 કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફ્રેમ્સમાં ટેમ્પો, ફ્રેમ્સ સોપ્રાનો અને ફ્રેમ્સ ટેનર સામેલ છે. તમામ અલગ અલગ શેપ અને ડિઝાઈન સાથે આવે છે.

બોસ ફ્રેમ્સ ટેમ્પોમાં હાઈ ફ્રેમ ડિઝાઈન જ્યારે બીજા 2 મોડેલમાં ફુલ ફ્રેમ ડિઝાઈન મળે છે. ત્રણેય વેરિઅન્ટમાં પોલરાઈઝ્ડ લેન્સ મળે છે.

બોસ QC ઈયરબડ્સની કિંમત 26,990 રૂપિયા છે તે સોપસ્ટોન અને ટ્રિપલ બ્લેક કલર વેરિઅન્ટમાં અવેલબેલ છે. બોસ સ્પોર્ટ ઈયરબડ્સની કિંમત 17,990 રૂપિયા છે અને તેનાં બાલ્ટિક બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ તેમજ ટ્રિપલ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે. બંને ઈયરબડ્સ પ્રિ ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

તેનું વેચાણ 13 ઓક્ટોબરથી બોસ પ્રિમિયમ સ્ટોર્સ, હોલસેલ પાર્ટનર સ્ટોર્સ અને ઈ કોમર્સ પાર્ટનર્સનાં માધ્યમથી થશે.
બોસ ફ્રેમ્સ ટેમ્પો, ફ્રેમ્સ સોપ્રાનો અને ફ્રેમ્સ ટેનરની કિંમત 21,990 રૂપિયા છે અને ફ્રેમ્સ ટેમ્પોના ઈન્ટરચેન્જેબલ લેન્સની કિંમત 2990 રૂપિયા છે.

જ્યારે ફ્રેમ્સ ટેનર અને ફ્રેમ્સ સોપ્રાનોના ઈન્ટરચેન્જેબલ લેન્સની કિંમત 1990 રૂપિયા છે. તેના બ્લૂ મિરર, રોઝ મિરર અને સિલ્વર મરિર ઓપ્શન માટે 2,990 રૂપિયા ચૂકવવા પડશે. તેનું વેચાણ 13 ઓક્ટોબરથી શરૂ થશે. હાલ તે પ્રિ બુકિંગ માટે અવેલેબલ છે.

2. બોલ્ટે નવા ઇયરબડ્સ લોન્ચ કર્યા..

ભારતીય કંપની બોલ્ટે પોતાના લેટેસ્ટ ઇયરબડ્સ બોલ્ટ ઓડિયો જિગબડ્સ TWS લોન્ચ કર્યા છે. આ ઇઅરબડ્સ પર LED લાઈટ છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં હાઈ બાસ, ક્લિયર ડાયનેમિક સાઉન્ડ અને ટચ કંટ્રોલ્સ સપોર્ટ મળે છે. આ ઉપરાંત સિંગલ ચાર્જમાં તે 18 કલાકનો પ્લેબેક ટાઈમ ઓફર કરે છે.

જો કે, કેસ વગર તેમાં 4.5 કલાકનો પ્લેબેક સમય મળે છે અને તેમાં 36 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે. કોલ ક્વોલિટી સારી મળે તે માટે તેમાં ઇન-બિલ્ટ માઈક છે. બોલ્ટ ઓડિયો જિગબડ્સ TWS ઇઅરબડ્સની કિંમત ભારતમાં 2,499 રૂપિયા છે. તેને એક્સક્લૂઝિવ રૂપે એમેઝોન પર વેચવામાં આવશે, તે વ્હાઈટ-ગ્રે, બ્લેક-ગ્રે અને રેડ કલરના ઓપ્શનમાં અવેલેબલ છે.