ગુગલ મેપની જગ્યાએ ભારતની સ્વદેશી એપ “Mapmyindia” લોન્ચ

322

હવે ટુંક સમયમાં ગુગલ મેપની છુટ્ટી થઈ જશે અને ભારતને ખુદની નેવીગેશન એપ મળી જશે સાથે સાથે મેપીંગ પોર્ટલ અને ભૂ સ્થાનિક ડેટા સર્વીસ પણ ઉપલબ્ધ થશે.

મેપમિઇન્ડિયા એ એક ભારતીય ટેકનોલોજી કંપની છે જે ડિજિટલ નકશા ડેટા, ટેલિમેટિક્સ સેવાઓ, સ્થાન-આધારિત સાસ અને જીઆઈઆઈ એઆઈ સેવાઓ બનાવે છે. આ કંપનીની સ્થાપના 1992 માં થઈ હતી અને તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે જેમાં મુંબઇ અને બેંગલુરુમાં પ્રાદેશિક કચેરીઓ અને ભારતભરમાં નાની કચેરીઓ છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) અને મેપમિઇન્ડિયાએ ગૂગલ મેપ્સ માટે સ્વદેશી વિકલ્પ સાથે જોડાવા માટે હાથ મિલાવ્યા,

જીહા, ઈન્ઠડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ લોકેશન એન્ડ નેવીગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર Mapmyindia સાથે મળીને એક ભાગીદારી કરી છે જે ભારતને સ્વદેશી નેવિગેશન ઉપલબ્ધ કરાવશે.ખફાળુ Mapmy inDia ના સીઈઓ અને એકઝીકયુટીવ ડાયરેકટરએ જણાવ્યં હતું કે ઈસરો તરફથી સેટેલાઈટ ઈમેજ અને ઓબ્ઝર્વેશન ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે જયારે મેપ ઈન્ડીયા ડીઝીટલ રીતે સર્વીસ ઉપલબ્ધ કરાવશે.

તેમણે જણાવ્યુ હતું કે આ બાબત આત્મ નિર્ભર ભારત અભિયાનમાં માઈલ સ્ટોન બની રહેશે. આ પરિસ્થિતિમાં યુઝરને નેવિગેશન સર્વીસ મેપ અને ભુસ્થાનિક સેવાઓ માટે વિદેશી સંસ્થાઓ પર નિર્ભર નહી રહેવુ પડે એટલે કે ગુગલ મેપ કે ગુગલ અર્થની જરૂર નહી રહે. https://maps.mapmyindia.com/ પરથી મેપ સર્વિસ ઉપયોગમાં લઇ શકાશે.