ફાયદાની સ્કીમ, માત્ર 200 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવો અને મેળવો જીવનભરનો વીમા

250

વર્તમાન સમયમાં પોતાની ફેમિલીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લાઈફ ઈન્શ્યોરન્સ લેવું ખૂબ જરૂરી છે. ઈન્શ્યોરન્સ મુશ્કેલીના સમયમાં પરિવારને નાણાંકિય સુરક્ષા પૂરી પાડે છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC)આમ આદમી વીમા યોજનાના નામે એક સામાજિક સુરક્ષાની પોલિસી ચલાવે છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં 30,000 રૂપિયાનું કવર મળે છે. આ યોજનામાં રાજ્યના ગ્રામીણ ભૂમિહિન પરિવારના મુખિયાને આંશિક અને સ્થાયી વિકલાંગતા માટે અથવા તો પરિવારના એક કમાઉ સદસ્યને કવરેજ મળે છે.

LIC આમ આદમી વીમા યોજના માટે આવેદની ઉંમર 18 થી 59 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આવેદન પરિવારના મુખિયા હોવા જોઈએ, ઘરના કમાવ સદસ્ય. ગરીબી રેખા નીચે, ગરીબી રેખાથી ઉપરના સદસ્ય જે શહેરમાં રહે છે. પરંતુ, તેમને શહેરીક્ષેત્રનું ઓળખપત્ર નથી આપવામાં આવ્યું અથવા ગ્રામીણ ભૂમિહીન હોવો જોઈએ.

આમ આદમી વીમા યોજના હેઠળ વાર્ષિક 30,000 રૂપિયાના કવર માટે પ્રતિ વ્યક્તિ પ્રીમિયમ 200 રૂપિયા છે. તેમાં 50 % સોશ્યલ સિક્યોરિટી ફંડથી સબસિડિ મળશે.

દુર્ધટનામાં મૃત્યુ થવા પર 75,000 રૂપિયાનું વીમા કવર હોય છે. આંશિક સ્થાયી વિકલાંગતાના મામલામાં 37,500 રૂપિયાનુમ વીમા કવર છે અને પૂરી રીતે વિકલાંગતાના મામલામાં 75,000 રૂપિયાનું કવર હોય છે.

આ વીમા યોજનામાં 9 થી 12ની વચ્ચે અભ્યાસ કરતા વધુમાં વધુ બે બાળકોને 100 રૂપિયા પ્રતિ બાળકના હિસાબે સ્કોલરશીપ આપવામાં આવે છે. જેની ચૂકવણી અર્ધ-વાર્ષિક રૂપે કરવામાં આવે છે.

આમ આદમી વીમા યોજના માટે આવેદનમાં આ ડોક્યૂમેન્ટ્સની જરૂર પડે છે. જેમ કે રાશન કાર્ડ, જન્મ પ્રમાણ પત્ર, વિદ્યાલય પ્રમાણ પત્રના સાક્ષ્ય, વોટર ID, સરકારી વિભાગ દ્વારા પ્રદાન કરવામા આવેલ ઓળખ પત્ર, આધાર પત્ર