LICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન

428

LICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન

શું તમારી પાસે એલઆઈસી (લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) પોલિસી છે. શું તમારી પાસે પણ એવા ફોન કોલ્સ આવે છે જે તમને પોલિસી વિશે ખોટી સલાહ આપે છે. જો આવું હોય તો તમે સાવધાન થઈ જાઓ. આજકાલ છેતરપિંડીના ઘણા કેસો સામેઆવી રહ્યા છે. છેતરપિંડી કરનારા લોકો પોતાની વાતોમાં લોકોને ફસાવીને પોલિસીનના બધાં પૈસા પડાવી લે છે. આ પ્રકારની ઘટનાઓને જોતાં કંપનીએ પોતાના ગ્રાહકોને સાવધાન કર્યા છે.

LIC પોલિસીધારકો માટે મહત્વના સમાચાર

કંપનીએ તમામ ગ્રાહકોને કર્યા એલર્ટ

આ ભૂલ કરશો તો થશે નુકસાન

LICએ ટ્વિટ કરીને આપી જાણકારી

  • LICએ ટ્વિટ કરીને જણાવ્યું કે બધાં ગ્રાહકોએ એવા ફોન કોલ્સથી સાવધાન રહેવું જે ગ્રાહકોને પોલિસીની ખોટી માહિતી આપીને છેતરે છે. આ સાથે જ ફ્રોડ કરનારા ગ્રાહકોને એલઆઈસી અધિકારી, IRDAI અધિકારી બનીને છેતરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી પોલિસીની રકમ તરત અ્પાવવાના નામે છેતરી રહ્યાં છે. આ સિવાય એલઆઈસી દ્વારા આવી છેતરપિંડી ટાળવા માટે ટિપ્સ પણ શેર કરવામાં આવી છે. ચાલો તમને જણાવીએ.
  • જો તમને પોલિસીને લગતી કોઈ જાણકારી જોઈએ તો તમે ઓફિશિયલ વેબસાઈટ www.licindia.in પર જઈને જાણકારી મેળવી શકો છો અને પોલિસી વિશે જાણકારી મેળવી શકો છો.
  • આ સિવાય જો કોઈ પણ ફેક કોલ આવે છે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે આ લિંક [email protected] પર મોકલીને રિપોર્ટ કરી શકો છો.
  • આ સિવાય કોઈ કોલ પર વધુ વાત કરવી નહીં અને તમારી કોઈપણ ડિટેલ્સ શેર કરવી નહીં.
  • પોલિસી સરેન્ડર વિશે કોઈને પણ જાણખારી આપવી નહીં. આ સિવાય જો તમને કોઈ મોટો ફાયદો અપાવવાની વાત કરે તો તેને કોઈ જાણકારી આપવી નહીં.
  • ફોન કરનાર વ્યક્તિ સાથે ક્યારેય તમારી પોલિસી ડિટેલ્સ અથવા અન્ય જાણકારી શરે કરવી નહીં.

ફેક કોલથી સાવધાન રહેવું

એલઆઈસીએ તેની તરફથી જારી કરેલાં એલર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે કંપની તેના ગ્રાહકોને કોઈ પોલિસી સરેન્ડર કરવાની સલાહ આપતી નથી.

સોર્સ