ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

272

ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. રિલાયંસ ઇન્ડસ્ટ્રીના સહયોગથી જામનગરમાં 280 એકરમાં આ ઉદ્યાન બનાવશે. આના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રુપ ડાયરેકટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. આ પ્રાણી સંગ્રહાલય જામનગર અને ગુજરાતને વિશ્વના ફલક ઉપર એક નવી ઓળખ અપાવશે.

  • વિશ્વના સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે ગુજરાતમાં
  • જામનગર સ્થિત 280 એકરમાં બનશે પ્રાણી સંગ્રહાલય
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટે઼ના સહયોગથી બનાવશે આ સંગ્રહાલય

‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે.

આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. જોકે હવે આગામી 2 વર્ષમાં આ પ્રાણી સંગ્રહાલય તૈયાર થઇ જશે.

રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલય સામાન્ય જનતા માટે ખૂલ્લું નહીં રહે

જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર RILની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.

એનિમલ રેસ્ક્યૂ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ છે

આ અંગે પરિમલ નથવાણી જણાવ્યું હતું કે, આજકાલ માનવ અને વન્ય પ્રાણી અને તેમાંય ખાસ કરીને દિપડા જેવા માંસાહારી પ્રાણી વચ્ચે થતા સંઘર્ષ નિવારવા રાજ્યના વન વિભાગ માટે મોટો પડકાર છે. આ રેસ્ક્યૂ સેન્ટર વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે ઘણું જ સહાયરૂપ બનશે. એનિમલ રેસ્ક્યૂ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ છે અને RIL જવાબદાર સત્તાવાળાઓની દેખરેખમાં તેનું સંચાલન કરશે. આ સુવિધાની જાળવણી વન વિભાગ સાથેના સંકલનમાં રહીને સી.ઝેડ.એ. દ્વારા સમયાંતરે લાદવામાં આવતા નિયમનકારી ધારાધોરણો અનુસાર કરવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ પામશે

જામનગર જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ગુજરાત વિશે વાત કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં આવેલી રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા આ ઝુ વિકસાવવામાં આવશે એમ. કે. દાસે તેવી રજૂઆત કરતી વખતે આ જાહેરાત કરી હતી. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય 280 એકર જમીન પર આકાર લેશે.

સોર્સ