કોરોના વાઇરસ ચીનની લેબમાંથી લીક થયો એવી સંભાવના નથી -WHO

128

કોરોના વાઇરસ ચીનની લેબમાંથી લીક થયો એવી સંભાવના નથી પણ તે પ્રાણીઓઁમાંથી માનવોમાં ફેલાયો હોય તે શક્ય છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ જણાવ્યું હતું. વુહાન શહેરની મુલાકાત બાદ આરોગ્ય અને પ્રાણી રોગ નિષ્ણાત પીટર બેન એમ્બાર્કે જણાવ્યું હતું ક અમારા પ્રાથમિક તારણો સૂચવે છે ેક માનવ અને પ્રાણી વચ્ચે કોઇ યજમાન જાતિ હોય તો તેને લક્ષ્ય બનાવીને તેના વિશે વધારે સંશોધન કરવાની જરૂર છે.

જો કે, અમારા તારણો સૂચવે છે કે લેબોરેટરીમાંથી કોરોના વાઇરસ લીક થયો હોય તેવી સંભાવના નથી. આ રીતે વાઇરસ માનવમાં ફેલાયો હોય તેમ માની શકાય તેમ નથી. દસ દેશોના નિષ્ણાતોની બનેલી વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમનો હેતું વાઇરસનું મૂળ શો ધવાનો છે. એમ માનવામાં આવે છે ે ેકે ચામાડિયામાંથી આ વાઇરસ અન્ય કોઇ જંગલી પ્રાણી પેંગોલિન કે વાંસના ઉંદર દ્વારા માનવમાં ફેલાયો હોય તેમ માનવામા આવે છે.

આ ચેપ ફ્રોઝન પ્રોડક્ટ દ્વારા પણ ફેલાયો હોય તે શક્ય છે. બ્રિટિશ ઝુઓલોજિસ્ટ પીટર ડાસાકે જણાવ્યું હતું કે અમારી ટીમે પહેલો કેસ ક્યાં બન્યો ેતેની કોઇ પ્રાણી સાથે કડી હતી કે કેમ અને ફ્રોઝન ફૂડે કોઇ ભૂમિકા ભજવી છે કે કેમ વગેરે મુદ્દાઓની તપાસ કરી હતી.

દુનિયામાં કોરોનાના નવા 87,827 કેસો નોંધાવવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 107,094,121 થઇ છે. જ્યારે આજે કોરોના કારણે 2698 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક વધીને 23,38,480 થયો હતો. દુનિયામાં હવે યુરોપ ,લેટિન અમેરિકા અને એશિયામાં કોરોના મહામારી વકરી રહી છે.

દરમ્યાન ફ્રાન્સમાં કોરોના મહામારીને કારણે તેમનું ખાવાપીવાનું કલ્ચર તહસનહસ થઇ ગયું છે. અત્યાર સુધી કર્મચારીઓને તેમના ડેસ્ક પર ખાવાની પરવાનગી નહોતી . હવે આ પાબંધી ઉઠાવી લેવામાં ં આવતાં કર્મચારીઓ તેમના ડસ્ક પર ખાઇ શકશે. દેશના શ્રમ મંત્રાલયે કર્મચારીઓને તેમના ડેસ્ક પર લંચ લેવાની છૂટ આપી છે.

સામ્યવાદી ક્યુબામા પણ કોરોનાએ સરકારની નીતિઓને ઉલટાવવાની ફરજ પાડી છે. સોવિયેટ સંઘના પતન બાદ સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ક્યુબામા હવે મોટાભાગના પ્રોફેસન ખાનગી ક્ષત્ર માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે.

દરમ્યાન મેક્સિકોમાં રસીકરણનો કાર્યક્રમ કમ્પ્યુટરની ખામીને કારણે ઘોંચમાં પડયો છે. જે લોકો આરોગ્ય ખાતાની વેબસાઇટ પર નોંધણી કરાવવા માટે જતાં હતા તેમને સાઇટ જ ખૂલતી ન હોવાનો અનુભવ થયો હતો. બીજી તરફ દેશમાં કોરોના મહામારી એટલી બધી વકરી છે કે જાન્યુઆરી મહિનામાં રોજ સરેરાશ એક હજાર જણાના મોત થતાં હતા. મેક્સિકોમાં કુલ મરણાંક 1,63,000 થયો છે.