કઈ કંપનીનો પ્લાન સારો?

546

કઈ કંપનીનો પ્લાન સારો? 

તમારી પાસે 599 રૂપિયા હોય તો કઈ કંપનીનો પ્લાન સારો? જોઈ લો અહીં બધા જ પ્લાનના ફાયદા

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પાસે ભલે 4જી નેટવર્ક ન હોય પરંતુ તેના 2જી અને 3જી નેટવર્કની સાથે આ કંપની ખાનગી ટેલિકોમ કંપનીઓ સાથે જોરદાર સ્પર્ધા કરી રહી છે. ત્યારે આજે અહીં જાણી લો કે 599 રૂપિયાના પ્લાનમાં કઈ કંપની કેવી સુવિધા આપે છે.

BSNL

BSNLના આ પ્રી-પેઇડ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ સિવાય બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા (દિવસમાં 250 મિનિટ) ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 5 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે.

JIO

જિયોના આ પ્લાનમાં 2 જીબી ડેટા દરરોજ, સાથે 84 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આ સિવાય, તમને Jio ના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે કુલ 3,000 મિનિટ મળે છે. આ પલાનમાં દરરોજ 100 એસએમએસ મોકલી શકાય છે.

Airtel

એરટેલના આ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી સાથે રોજ 2 જીબી ડેટા મળે છે. આ પલાનમાં પુરી રીતે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, એટલે કે બીએસએનએલની જેમ, રોજ 250 મિનિટની કોઈ લિમિટ નથી. આ પ્લાનમાં એરટેલ ડિઝની + હોટસ્ટાર વીઆઇપીનું મફત સબ્સ્ક્રિપ્શન આપે છે.

Vodafone Idea

વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસ સુધી દરરોજ 1.5 જીબી ડેટા મળશે.