ગયા વર્ષે દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે અમુક સ્માર્ટફોન્સ માટે પોતાની સર્વિસ બંધ કરી હતી

40

ગયા વર્ષે દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે અમુક સ્માર્ટફોન્સ માટે પોતાની સર્વિસ બંધ કરી હતી

એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે પણ કંપની અમુક આઈફોન્સ અને એન્ડ્રોઈડ ડિવાઈસ માટે પોતાની સર્વિસ બંધ કરી રહ્યું છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ઓપરેટ થતા સ્માર્ટફોનમાં વોટ્સએપ નહિ ચાલુ થાય.

રિપોર્ટ પ્રમાણે, iOS 9થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એપલ ડિવાઈસ કે એન્ડ્રોઈડ 4.0.3થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એન્ડ્રોઈડ ફોન્સમાં વોટ્સએપ સપોર્ટ નહિ કરે.

આ વર્ષે ઘણા બધા નવા ફીચર્સ લોન્ચ કર્યાવોટ્સએપે આ વર્ષે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે, તેમાં ગ્રુપ વીડિયો અને વીડિયો કોલમાં મેમ્બર વધારવાથી લઈને ફેક ન્યૂઝને રોકવા ફોરવર્ડ મેસેજની લિમિટ નક્કી કરી એ બધું સામેલ છે.

આ ફીચર્સનો લાભ લેવા માટે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા ફોનને આ વર્ષના અંત સુધીમાં અપગ્રેડ કરવા પડશે. આવું નહિ કરો તો 2021માં આ પ્લેટફોર્મનો ઉપયોગ નહિ કરી શકો