વાંચો ! વિવેક એ એવી તે કઈ ટ્વીટ કરી કે તે ટ્વીટ ડીલીટ કરવી પડી અને આપવો પડ્યો મહિલાઓને જવાબ!!

482

સલમાન ખાન અને એશ્વર્યા રાય પર વિવેક ઓબેરોયે
કરી ટ્વીટ, વિવાદ થતા ડીલિટ કરી, માફી માંગી,

૧૯ મેના રોજ દેશમાં ૭ તબક્કામાં યોજાયેલું મતદાન પૂર્ણ થયું અને ન્યુઝ ચેનલોમાં ૮ જેટલા જુદા જુદા એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા. ત્યાં અભિનેતા વિવેક ઓબેરોયે આ એક્ઝિટ પોલ પર કટાક્ષ કરતી એક પોસ્ટ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી. આમ તો આ એક્ઝિટ પોલ પર કટાક્ષ હતો પર તે ટ્વીટ સાથે કેટલાક લોકો જોડાયેલા હતા. ટ્વીટમાં સમલાન ખાન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ફોટા સાથે જે કટાક્ષ કરવામાં આવ્યો તે વિવાદીત હતો.

વિવેક, સલમાન ખાન અને ઐશ્વર્યા રાવ વચ્ચે શું થયું તે જગજાહેર છે. તેમના સંબંધ કેવા છે તે પણ જગ જાહેર છે. હવે આવા સમયે વિવેકે એક પોસ્ટ ટ્વીટ કરી, જેમાં ઐશ્વર્યા રાય પહેલા ફોટામાં સલમાન ખાન સાથે, બીજા ફોટામાં વિવેક સાથે અને ત્રીજા ફોટામાં અભિષેક બચ્ચન સાથે જોવા મળે છે.

તે ટ્વીટ નીચે વિવેક ઓબેરોય કેપ્શન લખે છે કે આ બસ ક્રિએટિવિટી છે, આના પર રાજનીતિ નહી, બસ લાઈક છે. જુવો તે ટ્વીટ….
 
 
હવે આ ટ્વીટ કર્યા બાદ ટ્વીટર પર લોકોએ આ ટ્વીટને લઈને વિવેકની ખૂબ ટીકા કરી, આ ટ્વીટને ભદ્દી પણ કહી, મહિલાનું અપમાન કરતી ટ્વીટ પણ કહી. ટ્વીટમાં મહિલાનું અપમાન થતું હતું એટલે વાત મહિલા આયોગ સુધી પહોંચી. મહિલા આયોગે આ સંદર્ભે વિવેક પાસેથી જવાબ માગ્યો છે.
 
ત્યાર બાદ વિવેકે મહિલાને જવાબ આપવો પડ્યો તે બદલ તેને ૨ વખત ટ્વીટ કરવું પડ્યું…