ચેન્નાઇના એન્જિનિયર શાનમુગા સુબ્રમણ્યમએ નાસાના ફોટોમાંથી વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યુ..

527

નાસા એ ચન્દ્રના સાઉથ પોલના ઈમેજ જાહેર કર્યા હતા. જેમાં ચેન્નાઇના એન્જિનિયર શાનમુગા સુબ્રમણ્યમ દ્વારા આ ફોટાઓને લઇને ખુબ મહેનત કરી હતી.

આખરે તે દુર્ઘટનાગ્રસ્ત થયેલા ચન્દ્રયાન-૨ના વિક્રમ લેન્ડરના કાટમાળની જગ્યાને ક્યાં છે તે શોધી લેવામાં સફળ થયો..

શાનમુગાએ નાસાના વૈજ્ઞાનિકોને આની જાણ કરી. ત્યારબાદ નાસાએ પણ સમર્થન આપ્યુ. તેમજ નાસાએ શાનમુગાના સહકાર માટે તેમનો આભાર પણ માન્યો. અને તેની પ્રશંસા પણ કરી. આમ જોઈએ તો નાસાએ પ્રશંસા કરી તેના કરતા ભારતના આ એન્જિનિયરની ચર્ચા વધુ થઇ. શાનમુગા ઉર્ફે શાન મેકેનિકલ એન્જિનિયર અને કોમ્પ્યુટર પ્રોગ્રામર છે.

ચેન્નાઇમાં તે લેનોક્સ ઇન્ડિયા ટેકનોલોજી સેન્ટરમાં આર્કિટેક્ટ તરીકે કામ કરે છે. ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ વિક્રમ ઉતરાણ કરતી વખતે જે ચન્દ્ર પર હાર્ડ લેન્ડિંગ કરતા દુર્ઘટના સર્જાઇ હતી જેના કારણે ઇસરોને નિરાશા થવા લાગી હતી. હાર્ડ લેન્ડિંગના આ પાસામાં ઊંડાણ પૂર્વક શોધ કરીને શાનમુગાએ મોટુ યોગદાન પણ આપ્યુ છે. આ એન્જિનિયર મદુરાઇનો નિવાસી છે. તેઓએ આ પહેલા કોગ્નિઝેન્ટમાં પણ કામ કરી ચુક્યો છે.

વિક્રમ લેન્ડરના કાટમાળના સંબંધમાં માહિતી મેળવી લેવા માટે શાને નાસાના લુનર ઓર્ટિબર દ્વારા લેવામાં આવેલા ફોટો પર જોરદાર મહેનત કરી હતી. આ ફોટો ૧૭મી સપ્ટેમ્બર, ૧૪ અને ૧૫ ઓક્ટોબર અને ૧૧મી નવેમ્બરના દિવસે ફોટો લેવામાં આવ્યા હતા.

હવે નાસાએ શાનની ભારે પ્રશંસા કરી છે. તેની શોધની માહિતી આપતા નાસાના ડેપ્યુટી પ્રોજેકેટ વૈજ્ઞાનિક જોન કેલરે શાનને પત્ર લખીને વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી કાઢવા માટે આભાર માન્યો છે.

Read More –Nasa