ઉત્તરાખંડમાં ગ્લેશિયરે જળપ્રલય નોતર્યો, 150નાં મોતની આશંકા. જુઓ તમામ વાયરલ વિડીઓ!

777

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટી ગયો. તે પછી ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. ચમોલીના તપોવન વિસ્તારમાં થયેલા આ દુર્ઘટનાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણુ નુકસાન થયું છે. અહીં કામ કરનાર 150 મજૂર ગુમ છે. નદીના કિનારે વસેલા ઘણા ગામ પાણીમાં ડૂબી ગયા છે. આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. ઋષિ ગંગા સિવાય NTPCના પણ એક પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે.

તપોવન બંધ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુસસાન પહોંચ્યું છે.આ દુર્ઘટના અંગે રાજ્યના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નિવેદન આવી ગયું છે. તેમણે કહ્યું કે ટચમોલી જિલ્લામાં એક દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે ઘટતુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાહો પર પણ લોકોને ધ્યાન ન આપવા કહેવામાં આવ્યું છે. સરકાર જરૂરી તમામ પગલાઓ લઈ રહી છે.

– NDRFની કેટલીક ટીમો દેહરાદુનથી જોશીમઠ મોકલવામાં આવી છે. દિલ્હીથી એરલિફ્ટ કરીને કેટલીક ટીમોને દેહરાદુન મોકલવામાં આવશે. – ઉતરાખંડ પોલીસના જણાવ્યા મુજબ, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર આવી શકે છે. ગ્લેશિયર ફાટ્યા પછી ધૌલીગંગાનું જળ સ્તર આ રીતે વધ્યું. કિનારાના ઘણા ઘર પાણીમાં વહી ગયા. – ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે ફોન પર વાત કરી.

– મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે નંદપ્રયાગથી આગળ અલકાનંદા નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેઓ પોતે ચમોલી રવાના થઈ ચૂક્યા છે.
– ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ આ દુર્ઘટનાથી ઘણુ નુકસાન થયું છે.

– સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 બહાર પાડ્યા છે. સરકારે અપીલ કરી છે કે આ દુર્ઘટનામાં જુના વીડિયો સરક્યુલેટ કરીને અફવા ન ફેલવવામાં આવે.

– હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈ અલર્ટ આપી છે.
– ITBPના 200થી વધુ જવાન, SDRFના 10 અને NDRFની ટીમ રેસ્ક્યુ કામમાં લાગી છે. બીજી કેટલીક ટીમો એરફોર્સના હેલિકોપ્ટરથી પહોંચી રહી છે.