મિર્ઝાપુરની ત્રીજી સીઝન આવશે

242

મિર્ઝાપુરની ત્રીજી સીઝન આવશે 

મિર્ઝાપુરની પહેલી અને બીજી સીઝને સફળતા મળ્યા બાદ હવે ત્રીજી સીઝનને ગઇકાલે જ કન્ફર્મ કરવામાં આવી છે.

એમેઝોન પ્રાઈમ વીડિયો દ્વારા ગઇકાલે જ આ સિરિઝની ત્રીજી સીઝનની જાહેરાત કરી હતી. આ શોનો એક અલગ જ ફેન બેઝ છે અને એથી જ તેને આગળ વધારવા માટે હા કહેવામાં આવી છે.

આ શોની બીજી સિઝનના દસ એપીસોડને મોટા ભાગના દર્શકોએ 48 કલાકની અંદર જોઇ લીધા હતા. એની વ્યુઅરશિપને ધ્યાનમાં રાખીને હવે આ શોની ત્રીજી સીઝનને પણ ફાઈનલ કરવામાં આવી છે.

આ શોની બીજી સિઝનમાં વિજય વર્મા, પ્રિયાંશુ અને ઇશા તલવાર જોવા મળ્યા હતાં. ત્રીજી સીઝનમાં હવે વધુ પાત્રોનો ઉમેરો કરવામાં આવે એ હવે જોવું રહ્યું.

આ શોના પ્રોડયુસર રિતેશ સિંધવાણીએ જણાવ્યું કે અમારી નવી સિજનને સોશ્યલ મીડિયા પર જે રીએકશન અને પ્રેમ મળ્યા છે એ જોઇને અમે ખુબ જ ખુશ થયા હતા.