અનામતને લઈને સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન

694

અનામતને લઈને સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ‘જ્ઞાતિય અનામત’ ના વિચાર સામે ચુકાદો આપ્યો હતો જેમાં કોર્ટે જણાવ્યું છે કે ક્વોટાની નીતિ યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત વર્ગોમાં હોય.

નોકરીની તકોમાં આરક્ષણ મેરીટને આધીન

જસ્ટિસ ઉદય લલિતના વડપણ વળી સુપ્રીમ કોર્ટ ખંડપીઠે ચુકાદો આપતા જણાવ્યું છે કે માન્ય ક્વોટા લાભોને આધિન મુદ્દો, બેઠકો ભરવાની કોઈપણ પદ્ધતિ મેરીટ પર કેન્દ્રિત હોવી જોઈએ અને યોગ્ય ઉમેદવારોને તેમની કેટેગરી અને જાતિને ધ્યાનમાં લીધા વિના સહાય કરવી જોઈએ. વધુમાં, કહેવામાં આવ્યું છે કે ઓપન કેટેગરીમાંની સ્પર્ધા સંપૂર્ણ પાને મેરીટ ને આધીન હોવી જોઈએ.

 

‘સમાંતર અને ઊધ્વગામી બંને રીતે આરક્ષણ જાહેર સેવામાં પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવાની પદ્ધતિઓ છે. તે કોઈપણ સંજોગોમાં રૂઢિચુસ્ત તરીકે નહિ જોવામાં આવે, જ્યાં ઉમેદવારનું મેરીટ, જે તેને સંપૂર્ણપણે સામાન્ય વર્ગમાં હોવાનું હકદાર બતાવે છે તે પૂર્વનિર્ધારિત છે. ‘ ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભાટ દ્વારા અલગ છતાં સહમતીથી ચુકાદો આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ ભાટે વધુમાં ઉમેર્યું હતું કે ‘આમ કરવું, જ્ઞાતિય આરક્ષણમાં પરિણમશે, જ્યાં દરેક સામાજિક કેટેગરી પોતાના અનામતની મર્યાદામાં સીમિત હશે છતાં મેરીટને નકારાશે. ઓપન કેટેગરી તમામ માટે છે, અને તેમાં ઉમેદવાર માટે એક માત્ર શરત છે મેરીટ, અને તે પણ ઉમેદવારે કોઈપણ પ્રકારનો અનામત લાભ અથવા તે માટે ઉપલબ્ધ છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના.’