તો શું હવે ભારત પાકિસ્તાન અને ચીન સાથે યુધ્ધ કરશે ?

260

તો શું હવે ભારત પાકિસ્તાન અને ચીન સાથે યુધ્ધ કરશે ?

સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે ત્રણેય સેનાઓને 15 દિવસની જંગના હિસાબથી દારૂ ગોળો અને હથિયાર જમા કરવાની છૂટ આપી દીધી છે.

અત્યાર સુધી સેનાઓ 10 દિવસની જંગના હિસાબથી હથિયાર ભેગા કરતી હતી.ર્ઈસ્ટર્ન લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

આનાથી સેના જરૂર પ્રમાણે, ચીજ વસ્તુઓનો સ્ટોક અને ઈમરજન્સી ફાઈનાન્સિઅલ પાવરનો ઉપયોગ કરી શકશે. દેશ ઉપરાંત વિદેશમાંથી પણ 50 હજાર કરોડના હથિયાર ખરીદવાની યોજના છે.

પાકિસ્તાન અને ચીન બન્ને સામે પહોંચી વળવાની તૈયારીસરકારના સૂત્રોએ જણાવ્યું કે, દુશ્મનો સાથે 15 દિવસની જંગ લડવા માટે વેપન સિસ્ટમ અને દારૂગોળો એકઠો કરવામાં આવી રહ્યો છે. આ કવાયતનો હેતું સેનાને પાકિસ્તાન અને ચીન બન્ને સાથે જંગ માટે તૈયાર કરવાનો છે.