શું પતિ-પત્ની બન્નેએ એક જ થાળીમા જમવું જોઈએ? જાણો આ વિશે શું કહ્યું હતું ભીષ્મ પિતાએ…

306

બધા લોકો એવું માને છે કે જો દંપતી એક થાળીમાં ભોજન કરે તો તેમના વચ્ચે પ્રેમ વધે છે. આજ ના યુગમાં પતિ પત્ની પ્રેમ બતાવવા એક થાળી માં ભોજન કરે છે. પણ જો પતિ પત્નીનું એક થાળીમાં ભોજન કરવું ફાયદાકારક છે કે કેમ તેના વિશે તમે કાય જાણો છો. તમે તમારી દ્રષ્ટિએ જે વિચારતા હોય એ પણ મહાભારતની દ્રષ્ટિએ તે કાઇ અલગ જ બતાવે છે. તો ચાલો આપણે જાણીએ કે મહાભારતમાં પતિ પત્નીનું એક થાળીમાં જમવું યોગ્ય છે કે નહિ.

પાંડવો પણ લેતા ભીષ્મ પિતા પાસેથી જ્ઞાન

મહાભારતના યુદ્ધ પછી યુધષ્ઠિર પોતાના ભાઈઓ સાથે બાણશૈયા પર રહેલા ભીષ્મ પિતામહે પાસે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આવી પોહચ્યા. યુધષ્ઠિર પિતામહ પાસે સારું રાજકારણ કઇ રીતે થાય અને રાજ્યમાં પ્રગતિ કેવી રીતે કરાય તે જ્ઞાન મેળવતા હતા. ભીષ્મ પિતામહ તેમને ઘણી વસ્તુ વિશે જ્ઞાન આપતા અને તે જ્ઞાન પોતાની આસપાસ રહેતા લોકોને તેઓ આપતા. ભીષ્મ પિતામહ એ પણ કહેતા કે કોની સાથે ભોજન કરવું કે જેથી તે વ્યક્તિ માં જ્ઞાનમાં વધારો થાય.

આવું ભોજન ન આરોગવું

ભીષ્મ પિતા ના જણાવ્યા અનુસાર જો તમારી ભોજન ની થાળીને કોઇપણ વ્યક્તિ ટપીને જાય તો તે ભોજન ન આરોગવું જોઈએ કેમ કે તે ભોજન ખરાબ થઇ ગયું ગણાય છે. એવી થાળી માં રહેલું ભોજન કરવું જોઈએ નહિ અને શક્ય હોય તો તે ભોજન કોઈ પણ જાનવરને આપી દેવું.

આવા ભોજન ને માનવામા આવે છે અમૃત જેવું

ભીષ્મ પિતા ના જણાવ્યા અનુસાર ભાઈઓ જોડે એક થાળીમા ભોજન કરવું જોઈએ. આ ભોજનની થાળીને અમૃત સમાન માનવામા આવે છે. આવું કરવાથી ઘરમાં પ્રગતિ વધે છે અને આપણું આરોગ્ય પણ સારું રહે છે. આ સાથે જ ઘરમાં લક્ષ્મીજીનો પણ વાસ થાય છે. ત્યારે પાંડવો પણ હળીમળીને એક થાળીમા જ ભોજન કરતા હતા. તેથી તેમના વચ્ચે અઢળક પ્રેમ હતો. ભગવાન વિષ્ણુએ પણ સ્વયં આવીને યુદ્ધ માં તેમને વિજય પ્રાપ્ત કરાવી હતી.

આ પ્રકાર ના ભોજન થી થાય છે ધન હાનિ

ભીષ્મ પિતામહ કહે છે કે જો થાળીને ઠોકર વાગી જાય તો તે ભોજન ખાવામાં યોગ્ય માનવામાં આવતું નથી. આવા ભોજન ખાવાથી બચવું જોઈએ, નહી તો દરિદ્રતાને આશંકા જળવાય રહે છે અને જ્યારે ભોજન કરતા હોય ત્યારે તેમાં વાળ નીકળે તો તે ભોજન પણ ન કરવું જોઈએ. તે ભોજન ખરાબ બની જાય છે.જો એવું ભોજન કરવામાં આવે તો વ્યકિતએ ધનહાનિ નો સામનો કરવો પડે છે.

આ કારણોસર પત્નીએ સાથે ભોજન ન કરવુ

ભીષ્મ પિતામહ છેલ્લે એવું કહે છે કે જો પતિ પત્ની એક થાળીમાં એકસાથે ભોજન કરે તો તે ભોજનને નશા સમાન ગણવામાં આવે છે કેમ કે તે પ્રેમ તમારા પર વધારે આવી જાય છે. જેનાથી પરિવારમાં લડાઈ ઝગડા થાય છે અને તમે દુનિયા માંથી બેઘર થઈ જાવ છો કેમ કે પત્નીનો પ્રેમ જ તમને દેખાય છે. સમાજમાં તમારો વ્યવહાર ઘટતો જાય છે. આ પ્રકારની વાતો મહાભારતમાં કહેવામાં આવી છે.