છત્રપતિ શિવાજી મહારાજની યશગાથા જ તેમના અસ્તિત્વનો આયનો છે

179

છત્રપતિ શિવાજી મહારાજની યશગાથા જ તેમના અસ્તિત્વનો આયનો છે

આજે પણ દરેક માતા છત્રપતિ શિવાજી મહારાજ જેવો જ બહાદુર અને વીર પુત્ર ઇચ્છે છે અને એટલે જ શિવજીને માતા જીજાબાઈ તેને હાલરડું ગાઇને સુવડાવે છે….,

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે

છત્રપતિ શિવાજી : માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ ના મહારાષ્‍ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્‍વી પુત્ર રત્‍ન અવતર્યો અને એ પુત્રએ મહાન પ્રતાપી છત્રપતિ શિવાજી મહારાજ તરીકે નામના મેળવી. માતા જીજાબાઇને ત્યાં 19 ફેબ્રુઆરી 1630માં શિવનેરી દૂર્ગમાં એક વીર પુત્રને જન્મ આપ્યો હતો. ભગવાન શિવની જેમ નીડરતા, સ્‍વાભિમાન, ચાતુર્યતા, ધર્મભક્‍તિના સંસ્‍કારો લઇને જન્‍મેલ બાળકું નામ શિવાજી રાખવામા આવ્યું હતું. તેમનું પૂરું નામ છત્રપતિ શિવાજી રાજે ભોંસલે છે.

પરિવાર :

શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રી જીજાબાઇ સાથે શહાજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી.

છત્રપતિ શિવજીના કિલ્લાઓ :

શિવનેરી કિલ્લો :

૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે શિવાજી મહારાજનો જન્મ થયો હતો. આ કિલ્લાની અંદર માતા શિવાઈનું એક મંદિર છે, જેના નામ પર શિવાજીનું નામ રાખવામાં આવ્યું હતું. આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન છે. આ કિલ્લાનો આકાર ભગવાન શિવજીની પિંડી જેવો છે. શિવનેરી કિલ્લો જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાં થી આ કિલ્લો જોઈ શકાય છે. આ ગઢ ખૂબ જ વિશાળ નથી.

રાયગઢનો કિલ્લો :

રાયગઢનો કિલ્લો શિવાજીના રાજધાનીની શાન કહેવાતો. તેમણે 1674મા આ કિલ્લાને બનાવ્યો હતો અને મરાઠા સામ્રાજ્ય સંભાળ્યા બાદ અહીં લાંબો સમય રહ્યા હતા. રાયગઢનો કિલ્લો દરિયાના લેવલથી 2700 ફીટ ઊંચાઈ પર છે. આ કિલ્લા સુધી પહોંચવા માટે અંદાજે 1737 સીડીઓ ચઢવી પડે છે. રાયગઢ કિલ્લા પર 1818 વર્ષમાં અંગ્રેજોએ કબજો જમાવ્યો હતો અનેક કિલ્લામાં જોરદાર લૂંટફાટ મચાવી હતી. જેનાથી કિલ્લાનો અનેક ભાગ નષ્ટ થયો હતો.

પ્રતાપગઢ કિલ્લો :

મહારાષ્ટ્રના સતારામાં આવેલ પ્રતાપગઢ કિલ્લો છત્રપતિ શિવાજીના શૌર્યની કહાનીને રજૂ કરે છે. આ કિલ્લાને પ્રતાપગઢમાં થયેલા યુદ્ધના પ્રતિક તરીકે ઓળખાય છે. શિવાજીએ નીરા અને કોયના નદીના કિનારાની સુરક્ષા માટે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 1656માં પ્રતાપગઢ કિલ્લો બનીને તૈયાર થયો હતો. આ કિલ્લાથી 10 નવેમ્બર, 1656ના રોજ છત્રપતિ શિવાજી અને અફઝલ ખાનની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં શિવાજીની જીત થઈ હતી. પ્રતાપગઢ કિલ્લાની આ જીતને મરાઠા સામ્રાજ્ય માટે પાયારૂપ ગણાય છે.

મુઘલો સાથેની લડાઈ :

શિવાજીએ મુઘલપ્રદેશો જીતવાનો પ્રયાસ કરતા ઔરંગઝેબે શિવાજીને કડક શિક્ષા કરવા શાઈસ્ત ખાનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. શાઈસ્ત ખાને અહેમદનગરથી વિજયકૂચ કરી પૂનાનો કિલ્લો જીતી લીધો. પૂનામાં તેના રોકાણ સમય દરમિયાન શિવાજીએ લશ્કર સાથે હુમલો કરતા શાઈસ્ત ખાન બચીને દિલ્હી ભાગી ગયો. તેના પુત્રને લશ્કરે મારી નાંખ્યો હતો.

છત્રપતિ શિવાજીના અંતિમ દિવસો :

1674ની શરૂઆતમાં મરાઠાઓએ આક્રમણ ઝુંબેશ શરૂ કરી ને ખાનદેશ પર હુમલો કર્યો હતો.બીજાપુર પોંડા, કરવાર અને કોલ્હાપુર પર કબ્જો કરી લીધો હતો. ત્યારબાદ શિવાજી મહારાજે દક્ષિણ ભારત તરફ સૈન્ય મોકલ્યું હતું અને આદિલશાહી કિલ્લો જીત્યો હતો. 1680 માં શિવાજી મહારાજ બીમાર પડ્યા હતા 52 વર્ષની ઉમરે તેઓ આ દુનિયાને છોડીને જતાં રહ્યા હતા.