ગુજરાતમાં શાળાઓ 23 નવેમ્બરથી શરૂ

440

ગુજરાતમાં શાળાઓ 23 નવેમ્બરથી શરૂ

મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં શાળાઓ ફરી ખૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ શરૂ કરવા અંગે જાહેરાત કરી છે.

શિક્ષણમંત્રીએ કહ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને અગત્યની સૂચનાઓ અને ધ્યાને લેવાની બાબતો વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજ-યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય શરૂ થશે, ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે “કોવિડ મહામારીને કારણે લૉકડાઉન લાગુ કરવું પડ્યું હતું અને માર્ચ મહિનાથી શાળા-કૉલેજો બંધ હતી, પંરતુ શિક્ષણવિભાગે શિક્ષણકાર્ય ન બગડે એ માટે ઑનલાઇન લર્નિંગની વ્યવ્થા કરી હતી.”

“બધી જ સેવાઓ ધીમે-ધીમે અનલૉક થઈ રહી છે, એ જ રીતે શિક્ષણકાર્ય પણ તબક્કાવાર શરૂ થાય એનો નિર્ણય કરવામાં આવ્યો છે.”

શિક્ષણમંત્રીનું કહેવું છે કે આ અંગે નિષ્ણાતો, શાળા-સંચાલકો, વાલીઓની સાથે બેઠકો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ રહેશે, શાળા ખૂલશે તો ભારત સરકારની એસઓપી લાગુ થશે.