સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવુ

359

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવુ

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે,

પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીવ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ.

આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં પણ આગ લાગી. બૂમાબૂમ કરતા બાજુમાં રહેલી 7 વર્ષની ભાણકી ડરીને તેને ભેટી પડી તો તેનું પણ મોત થયું છે.

મૃતકના પુત્ર રાહુલ વર્માના જણાવ્યા મુજબ ઘરમાં તેમની માતા મીના વર્મા જમવાનું બનાવી રહી હતી. સાત વર્ષની ભાણકી રિદ્ધીકા વર્મા તેની પાસે બેઠી હતી.

તેના પિતા રાજુ ફકીરચંદ વર્મા (ઉ. 45) પણ રસોડામાં હતા. આ સમયે તેના પિતાએ હાથમાં સેનિટાઈઝર લગાવ્યું અને તવા પર રહેલું પરાઠું લીધું. સેનિટાઈઝરના કારણે હાથમાં આગ લાગી ગઈ હતી.

આગ બુઝાવવાના પ્રયાસમાં નિચે રહેલું કેરોસીનનું કેન ઢોળાઈ ગયું અને આગ વધુ લાગી. નાની મીના વર્માને બૂમો પાડતા જોઈ ભાણકી તેમને ભેટી પડી તો તે પણ દાઝી ગઈ હતી. રાહુલે કહ્યું કે તેની બહેન અને બનેવી લગ્નમાં બહાર ગયા હતા.

રિદ્ધિકાનો 5 વર્ષનો ભાઈ પણ ઘરમાં હાજર હતો પણ તે બચી ગયો હતો. 7 ડિસેમ્બરે બનેલી આ ઘટના બાદ ત્રણેયને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

જેમા નાની અને ભાણકીના મોત બાદ શુક્રવારે નાનાનું પણ મોત થયું હતું. આ ઘટનામાં પડોશમાં રહેતો 11 વર્ષનો કાર્તિક પણ દાજ્યો છે.