રો-પેક્સ સર્વિસને હવે ભાવનગરથી મુંબઇ સુધી શરુ કરાશે

507

રો-પેક્સ સર્વિસને હવે ભાવનગરથી મુંબઇ સુધી શરુ કરાશે

રો-પેક્સ સર્વિસને હવે ભાવનગરથી મુંબઇ સુધી શરુ કરવા વિચારણા

ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. સરકાર દ્વારા ઘોઘાથી મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ માટે વિચારણા ચાલી રહી છે. ઘોઘા-હજીરા-મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ ચાલું કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
સરકાર દ્વારા 21000 કિલોમીટર લાંબા વોટરવેઝને જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં બંને શહેરોને જોડવા માટે સર્વે કરાઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઘોઘા-હજીરા ખાતે રો-પેક્સ સર્વિસ અંગેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે અને મુંબઇમાં કામગીરી ચાલુ છે.

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરિ સર્વિસના પ્રારંભ કરાવતા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશમાં ઉપલબ્ધ 21000 કિમી લાંબા વોટરવેઝને જોડવા માટે સતત પ્રયત્નશીલ છે.