પ્રધાનમંત્રી સુરક્ષા વીમા ક્લેમ

561

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા ક્લેમ

કેન્દ્ર સરકારે વર્ષ 2015માં સામાન્ય માણસ માટે એક્સીડેન્ટ ઈન્શ્યોરન્સ સ્કીમ પણ શરૂ કરી હતી. જેનું નામ પીએમ સુરક્ષા વીમા યોજના છે. આ સ્કીમમાં માત્ર 12 રૂપિયા વાર્ષિકના પ્રીમિયર પર 2 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત આર્થિક રૂપથી નબળા લોકો માટે શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ સ્કીમ હેઠળ ઈન્શ્યોરન્સ કરાવનાર વ્યક્તિની કોઈ અકસ્માતમાં મોત થઈ જાય છે. તો વીમાની રકમની ચૂકવણી નોમિની અથવા તેમના પરિવારને કરવામાં આવે છે. તે સિવાય આ સ્કીમ હેઠળ આંશિક રૂપથી વિકલાંગ થવા પર 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો પૂર્ણ રૂપથી વિકલાંગ થવા પર સરકાર તરફથી 2 લાખ રૂપિયાની રકમ વીમાધારકને આપવામાં આવે છે.

કેવી રીતે કરવાનો હોય છે ક્લેમ?

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના ક્લેમ માટે નોમિનીને તે બેન્ક અથવા ઈન્શ્યોરન્સ કંપનીમાં ઓળખવામાં આવે છે. જ્યાંથી વીમાધારકે પોલિસી ખરીદી હોય છે. અહીંયા નોમિનીને વીમારી રકમ ક્લેમ કરવા માટે એક ફોર્મ આપવામાં આવે છે. જેમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, હોસ્પીટલનું વિવરણ જેવી માહિતી ભરી જમા કરવાની હોય છે. તે સિવાય તમે આ ફોર્મને નોમિની jansuraksha.gov.in વેબસાઈટથી પણ ડાઉનલોડ કરી શકાય છે. તેને વેબસાઈટ પર ફોર્મ હિંદી અને અંગ્રેજી સિવાય ઘણા ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ક્લેમ માટે જરૂરી દસ્તાવેજ

જ્યારે નોમિની પ્રધાનમંત્રી વીમા યોજનામાં વીમા રકમ માટે ક્લેમ કરે છે, તો તેને ફોર્મની સાથે કેટલાક જરૂરી દસ્તાવેજ પણ જમા કરવાના હોય છે. જેમાં પ્રમુખ રૂપથી ડેથ સર્ટિફિકેટ અથવા ડિસેબિલિટી સર્ટિફિકેટ સામેલ હોય છે.

ચકાસણી બાદ મળે છે પોલિસીની રકમ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના ક્લેમ માટે જ્યારે નોમિની ફોર્મની સાથે બધા દસ્તાવેજ જમા કરાવી દે છે. ત્યારે સંબંધિત તે દસ્તાવેજોની ચકાસણી કરે છે. જો ચકાસણીમાં તમારા દ્વારા આપવામાં આવેલી બધી જાણકારી સાચી મળી આવે છે તો, ક્લેમની રકમ ફોર્મમાં આપવામાં આવેલ એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવે છે અને આ રીતે ક્લેમ સેટલ થઈ જાય છે.

સોર્સ