સિંગર નેહા કક્કરનો સોશિયલ મીડિયા પર બેબી બમ્પનો ફોટો વાઈરલ

370

સિંગર નેહા કક્કરનો સોશિયલ મીડિયા પર બેબી બમ્પનો ફોટો વાઈરલ

સિંગર નેહા કક્કરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સાથે ઓક્ટોબર મહિનામાં જ લગ્ન કર્યાં હતાં.

હવે નેહાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેનો ફોટો શેર કરીને સૌને વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં નેહા અને રોહન સાથે છે,

આ ફોટો સાથે નેહાએ લખ્યું છે #ખ્યાલરખ્યાકર. આ પોસ્ટ પર રોહને ‘હવે તો કંઈક વધુ જ ધ્યાન રાખવું પડશે નેહુ’ આવી કમેન્ટ કરીને સૌનું ધ્યાન પણ ખેંચ્યું છે.

આ પોસ્ટ પર જય ભાનુશાળી, સિંગર હર્ષદીપ કૌર, નેહાના ભાઈ ટોની કક્કર વગેરે જેવા ઘણા સેલેબ્સે કમેન્ટ કરીને કપલને અભિનંદન પણ આપ્યાં છે.

ટોનીએ લખ્યું, ‘હું મામા બની જઈશ.’હવે આ તેમના કોઈ નવા સોન્ગ માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે હકીકતમાં તેઓ પેરન્ટ્સ બનવાનાં છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. અગાઉ લગ્ન વખતે નેહાએ તેના સોન્ગ ‘નેહુ દા વ્યાહ’ને પ્રમોટ કર્યું હતું.

24 ઓક્ટોબરે કપલે દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. પંજાબમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. ત્યાર બાદ દુબઇ હનિમૂન માટે ગયાં હતાં. વેકેશન બાદ નેહા ફરી ‘ઇન્ડિયન આઇડલ 12’ના શો પર જજ તરીકે પરત ફરી હતી.