નવરાત્રીને મંજૂરી ન આપો!

547

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સરકારે નવરાત્રિ માટે છૂટછાટ આપવાના એંધાણ આપ્યા છે,

તેના કારણે હવે ડૉક્ટર્સ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. અહેવાલ પ્રમાણે અમદાવાદ મેડિકલ એસોસિએશનના અધિકારીઓએ ગુજરાત સરકારને એક પત્ર લખ્યો છે.

અને આ વર્ષે નવરાત્રિના કાર્યક્રમને મંજૂરી નહીં આપવાની અરજી કરી છે.એવી માહિતી મળી હતી કે સરકાર મર્યાદિત લોકોની હાજરી સાથે નવરાત્રિના કાર્યક્રમને મંજૂરી આપી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતાં AMAનાં પ્રમુખ ડૉ. મોના દેસાઈએ કહ્યું છે કે તેમણે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે..

અને નવરાત્રિની ઉજવણીની પરવાનગી ન આપવાની અરજી કરી છે.તેઓ કહે છે, “સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના કાયદા તો છે.

પરંતુ આ તહેવાર એવો છે જેમાં કાયદાનું પાલન કરવું અઘરું છે. આપણે ઘરે નવરાત્રિ ઊજવી શકીએ છીએ.

અને તેના માટે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થવાની જરૂર નથી, ખાસ કરીને આવા સમયે જ્યારે કોરોના વાઇરસ ચરમસીમાએ છે.