ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા તે જ ગેટ ધરાશાયી..

368

આવતી કાલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં એક પછી એક દૂર્ઘટનાઓ ઘટી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા તે જ ગેટ ધરાશાયી થયો હતો. અત્યાર સુધીમાં 3 ગેટ ધરાશાયી થઈ ચૂક્યા છે.

થોડીક હવા આવતા ગેટ ધરાશાયી થયા હતા. મોટેરા સ્ટેડિયમ પર વધુ એક ગેટ ધરાશાયી થયો છે. VVIP ગેટ બાદ પબ્લિક ગેટ ધરાશાયી થયો છે. પબ્લિક એન્ટ્રી માટેનો ગેટ ધરાશાયી થયો છે. વધુ પવનના કારણે પબ્લિક ગેટ ધરાશાયી થયો છે. આ પહેલા ગેટ નંબર-3 પણ ધરાશાયી થયો હતો.

ગેટ નં-3ની પાસેનો VVIP ચેકિંગ પ્રવેશ ગેટ ધરાશાયી, સવારે ગેટ નં-3, પબ્લિક ગેટ થયા હતા ધરાશાયી યુદ્ધના ધોરણે ગેટ હટાવવાની કામગીરી શરૂ..

ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા તે જ ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈપણ સુરક્ષાકર્મી કે કામદાર ત્યાં હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગેટને ઉભો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં પબ્લિક માટે પ્રવેશ કરવા માટેના મુખ્ય ગેટ પણ ધરાશાયી થયો હતો. ગેટ તૂટતાં જ આસપાસના લોકો અને સુરક્ષાકર્મીઓમાં ભય ફેલાયો હતો.

અહીં મળી આવેલા 3,000 ટન સોનાના ભંડારની રક્ષા કરી રહ્યા છે સાપ, કેવી રીતે થશે ખોદ કામ?
પાનકાર્ડ માટે મહિનાઓની રાહ હવે પુરી, માત્ર આટલી જ મિનિટમાં મળી જશે PAN CARD
નમસ્તે ટ્રમ્પમાં ભીડ ભેગી કરવા ગામડેથી બસો ભરી લાવવાની ચિમકી, જો ખાલી બસ આવી તો…

મોટેરા સ્ટેડીયમ પરનો ગેટ નંબર 3 પડી ગયો છે. VVIP એન્ટ્રી માટેનો ગેટ પડ્યો છે. મોદી અને ટ્રમ્પ આજ ગેટમાંથી એન્ટ્રી લેવાના છે. ગેટ પડતા તંત્રમાં દોડધામ થઇ છે. તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે ગેટ ઉભો કરવામાં આવ્યો છે.

મોટેરા સ્ટેડિયમ ખાતે કુલ 3 ગેટ ધરાશાયી..

મોટેરા સ્ટેડિયમ પરના એક બાદ એક ગેટ ધરાશાયી થઇ રહ્યાં છે. પત્તાના મહેલની જેમ ગેટ પડી રહ્યાં છે. મોટેરા સ્ટેડિયમ ખાતે વધુ એક ગેટ પડ્યો છે. ગેટ નં-3ની પાસેનો VVIP ચેકિંગ પ્રવેશ ગેટ ધરાશાયી થયો છે.

કેમ ધરાશાયી થયા ગેટ.રા સ્ટેડિયમ ખાતે કુલ 3 ગેટ ધરાશાયી થયા છે. સવારે ગેટ નં-3, પબ્લિક ગેટ ધરાશાયી થયા હતા. યુદ્ધના ધોરણે ગેટ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પવનના કારણે ગેટ ધરાશાયી થઇ રહ્યાં છે.