મચ્છર ભગાડતી કોઈલ તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાન, અપનાવો આ 7 કુદરતી ટ્રીક, 10 મિનિટમાં જ મચ્છરો તમારા ઘરથી થઇ જશે પલાયન

315

સામાન્ય રીતે બજારમાં મચ્છર મારવા માટેની અનેક પ્રકારની દવાઓ મળે જ છે. પરંતુ તેનો ઉપયોગ આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. જાણીને આશ્ચર્ય થશે કે, મચ્છર ભગાડતી કોઈલ 100 સિગરેટ જેટલો ધુમાડો છોડે છે. તો હવે વિચારો કે, તે તમારા સ્વાસ્થ્યને કેટલું નુકશાન પહોંચાડી શકે છે. ઘરના બાળકોના શ્વાસમાં પણ આ ધુમાડો જાય છે. જે બહુ જ હાનિકારક છે. ત્યારે આજે જાણી લો કે કુદરતી રીતે કેવી રીતે તમે મચ્છરોને ભગાડી શકશો.

  1. સળગતા કોલસા પર નારંગીની છાલ મૂકી દો. હવે આમાંથી નીકળતા ધુમાડાથી મચ્છર ભાગી જશે.
  2. સોયાબીનના તેલથી સ્કીન પર હળવેકથી મસાજ કરો. તેનાથી મચ્છર તમારાથી દૂર રહેશે. આ ઉપરાંત યુકેલિપ્ટસનું તેલ પણ કારગત નીવડે છે.
  3. તુલસીના પાનનો રસ અને સરસવરનું તેલ બોડી પર લગાવવાથી મચ્છર તમને કરડશે નહિ.
  4. લીમડાના પાનથી નીકળતો ધુમાડો બાળવાથી મચ્છર ઘરમાંથી દૂર ભાગશે.
  5. લવિંગના તેલની વાસથી મચ્છર દૂર ભાગે છે. તેથી લવિંગના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને સ્કીન પર લગાવો. આ ઈલાજ ઓડોમોસથી ઓછો નથી.
  6. ગલગોટાના ફુલ પણ મચ્છર ભગાવવાનો અક્સીર ઈલાજ છે. ગલગોટાના છોડને તમારા બગીચામાં નહિ, પણ સાંજના સમયે બાલ્કનીમાં મૂકી દો. મચ્છર નહિ આવે.
  7. અજમાને બારીક પીસી લો. હવે તેમાં સમાન માત્રામાં સરસવનું તેલ મિક્સ કરીને તેમાં પૂઠાના કેટલાક ટુકડા પલાળી લો. હવે આ ટુકડાને રૂમમાં ચારે તરફ ઊંચાઈ પર મૂકી દો. આવું કરવાથી મચ્છર તરત દૂર ભાગી જશે.