મનોહર પર્રિકર સૌના માટે આદર્શ નેતા હતા, કારણ કે એમની કોઠાસૂઝ અને સાદગી સૌને મોહી લેતી.

436

ગોવામાં એક સ્કૂટર ઉપર એક વ્યક્તિ જઇ રહ્યો હતો,

જેને પાછળથી પુર ઝડપે એક audi કાર લઈને એક યુવાન પુર ઝડપે સ્કૂટરને હડફેટે લે છે..

થોડાક કિલોમીટર પછી સિગ્નલ આવે છે, અને એ audi કાર જોડે આ સ્કૂટરવાળા ભાઈ બાજુમાં જઈને તે કારનો દરવાજો ખટખટાવે છે, અને એ કારમાંથી પેલો…

*યુવક બોલે છે, બોલો અંકલ –

*સ્કૂટર સવાર અંકલ કહે છે – ભાઈ કાર ધીમે ચાલવો અકસ્માત થઈ જતા હું બચ્યો,

*સામેથી યુવાન બોલે છે – મને ઓળખો છો ?

*અંકલ એ જવાબ આપ્યો – ના !!

*યુવક બોલ્યો – હું ગોવા ના પોલીસ કમિશ્નર નો પુત્ર છું.

સામે સ્કૂટર ઉપરના અંકલ- માથે થી હેલ્મેટ ઉતારે છે અને કહે છે હું ગોવા નો મુખ્યમંત્રી મનોહર પરિકર છું.
પણ તમે કાર ધીમે ચલાવો..

મનોહર પર્રિકર સૌના માટે આદર્શ નેતા હતા, કારણ કે એમની કોઠાસૂઝ અને સાદગી સૌને મોહી લેતી.

તેઓ ઘણીવાર સ્કૂટર પર ફરતાં અને એકવાર તેઓ મિટિંગ માટે ફાઈવસ્ટાર હોટેલમાં જતાં હતાં, પણ વચ્ચે તેમની કાર ખરાબ થઈ ગઈ અને તેઓએ ટેક્ષી બુક કરીને હોટેલ પહોંચ્યા ત્યારે હોટેલના સિક્યુરિટી ગાર્ડે એમને અંદર ન આવવા દીધા.

કોઈ મુખ્યમંત્રીની આટલી સાદગી હોય ? તમને માનવામાં જ નહીં આવે, પણ ગોવાના મુખ્યમંત્રીશ્રી મનોહર પર્રિકર આવી સાદગી માટે જાણીતા હતાં.

સીધાં સાદા, સાદગી, સરળ નેતા એવા ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પરિકરજીને શ્રદ્ધાંજલિ..🙏🏼