રાજય સરકાર આવનારા દિવસોમાં વધુ LRD 12000 જવાનોની ભરતી કરશે

393

રાજય સરકાર આવનારા દિવસોમાં વધુ LRD 12000 જવાનોની ભરતી કરશે 

પોલીસ તાલીમ સેન્ટર કરાઇમાં 13મો દીક્ષાંત સમારોહ યોજાયો : સોશ્યલ મીડિયાની આપણા પર નજર હોય છે ત્યારે આપણુ વર્તન દ્રષ્ટાંતરૂપ હોવુ જોઇએ : પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના પોલીસ વિભાગ હસ્તકના લોકરક્ષક દળ માં 12 હજારથી વધુ એલ.આર.ડી જવાનોની ભરતી કરવામાં આવશે. રાજ્યના પોલીસ તાલીમ સેન્ટર કરાઈ ખાતે આજે 13મો દીક્ષાંત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવનિયુક્ત પોલીસ જવાનો સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરતા અને શીખ આપતાં જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના સમયમાં સોશ્યલ મીડિયાની નજર આપણા ઉપર હોય જ છે.

ત્યારે આ સમયે આપણું વર્તન ઉદાહરણ પુરુ પાડવા અપીલ કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં રાજય સરકાર 12000 વધુ લોકરક્ષક જવાનોની ભરતી કરશે. અને ભરતી કરવા અંગેનો નિર્ણય વિજય ભાઈ રૂપાણી એ લીધો છે. ત્યારે આગામી દિવસોમાં એલ આર ડી ની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવો સ્વીકાર કર્યો હતો. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે અવાર નવાર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુન્હેગારો આજે હાઇફાય અને વાઈફાય બની ગયા છે. ત્યારે અનેક ટેક્નોલોજી નો સહારો લઇ ને ગુનેગારો ગુનોઁ આચરતા હોય છે.

પરંતુ ગુજરાત પોલીસ પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બની ગયું છે. અને આવા ગુનેગારોને પકડવા માટે તૈયાર હોવાની સ્પષ્ટતા કરી હતી. આ ઉપરાંત પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે અમદાવાદ અને સુરતમાં જ્વેલર્સની લૂંટના બનાવમાં મોટાભાગના આરોપીને પકડી પાડવા માટે પોલીસે પ્રયત્ન રહી છે. પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં લવ જેહાદ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે આપણી પાસે જે કાયદા છે તેને આધારે પૂરતા એક્શન લેવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રકારના કૃત્યો કરવામાં કોઇ પ્રેરાય નહિ તેવી અપીલ કરી હતી અને આ દિશામાંપણ કામગીરી કરવામાં આવી રહી હોવાનો સ્વીકાર કર્યો છે.