આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક

1154

આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક

 જો તમારી પાસે એકથી વધારે મોબાઇલ નંબર છે કે અનેક વખત આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરાવી ચુક્યા છો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઈએ. જો તમને યાદ નથી કે તમારા આધાર સાથે કયો નંબર લિંક છે તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને આ અંગે જણાવીશું.

આધારથી લિંક મોબાઇલ નંબર આ રીતે જાણો

  • UIDAIની વેબસાઇટ https://uidai.gov.in/ પર જાવ.
  • My Aadhar માં જાવ. જ્યાં તમને Aadhar Services નું ઓપ્શન જોવા મળશે.
  • Aadhar Services પર પહેલું જ ઓપ્શન Verify an Aadhar Number હશે.
  • તેના પર ક્લિક કરવાથી નવી વિંડો ખૂલશે. જ્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા નાંખો.
  • જે બાદ પ્રોસીડ ટૂ વેરિફાઇ પર ક્લિક કરો.
  • જે બાદ તમને તમારું આધાર સ્ટેટસ જોવા મળશે
  • જો તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નહીં હોય તો કંઇ નહીં લખ્યું હોય. જેનો મતલબ છે કે તમારા આધાર સાથે કોઈ નંબર જોડાયેલો નથી.
  • જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે.
  • આ રીતે તમે તમારા આધાર સાથે કયો મોબાઇલ નંબર જોડાયેલો છે તે જાણી શકો છો.

આ પણ વાંચો :

શુ તમે જાણો છો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી
સિસ્ટમમાં આધારકાર્ડ એન્ટર કરો અને 10મી મીનિટે મેળવો પાનકાર્ડ
હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર

આ રીતે કરો આધાર કાર્ડ ડાઉનલોડ

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ https://eaadhaar.uidai.gov.in પર જાવ. એનરોલમેંટ આઇડી કે આધાર નંબરનો ઓપ્શન પસંદ કરો. એનરોલમેંટ આઇડી સિલેક્ટ કર્યો હશે તો આધારની ડિટેલ્સ ભરવી પડશે. જેમકે 28 અંકનો એનરોલમેંટ નંબર, પિન કોડ, નામ અને કેપ્ચા કોડ ભરો. આધારનો વિકલ્પ પસંદ કર્યો હશે તો 12 અંક આધાર નંબર અને બીજી જાણકારી ભરવી પડશે. આમ કર્યા બાદ આધારથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. જેમાં કેટલાક સવાલનો જવાબ આપ્યા બાદ વેરિફાય અને ડાઉનલોડ પર ક્લિક કરી દો. આ રીતે ઇ આધારકાર્ડ ડાઉનલોડ થશે.

સોર્સ