અમેરિકાએ PM મોદીને શીર્ષ સમ્માન ‘લીજિયન ઓફ મેરિટ’ એનાયત કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત લીજિયન ઓફ મેરિટ (Legion of Merit) પુરસ્કારથી સમ્માનિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સમ્માન ભારત અને અમેરિકાની રણનૈતિક ભાગીદારીને વધારવામાં તેમના નેતૃત્વ અને ભારતના એક વૈશ્વિક શક્તિના રુપમાં આગળ લાવવા માટે આપવામાં આવ્યો છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ પીએમ મોદી તરફથી આ પુરસ્કાર સ્વીકાર કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયનએ વ્હાઈટ હાઉસમાં એવોર્ડ આપ્યો હતો.
ટ્વિટમાં બ્રાયને કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકા અને ભારતની રણનૈતિક ભાગીદારી આગળ વધારવાના તેમના નેતૃત્વ માટે લીજિયન ઓફ મેરિટથી સમ્માનિત કર્યા છે.
લીજિયન ઓફ મેરીટ એ અમેરિકાનો એક આદરણીય એવોર્ડ છે, જે દેશ અથવા સરકારના વડાને આપવામાં આવે છે.
“President @realDonaldTrump presented the Legion of Merit to Indian Prime Minister Narendra Modi for his leadership in elevating the U.S.-India strategic partnership. Ambassador @SandhuTaranjitS accepted the medal on behalf of Prime Minister Modi.” –NSA Robert C. O’Brien pic.twitter.com/QhOjTROdCC
— NSC (@WHNSC) December 21, 2020