કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 32 દિવસથી ખેડૂત દિલ્હીના દરવાજા પર ખડેપગે

267

કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 32 દિવસથી ખેડૂત દિલ્હીના દરવાજા પર ખડેપગે

કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 32 દિવસથી જ્યાં દેશના ખેડૂત દિલ્હીના દરવાજા પર ખડેપગે છે, ત્યાં મોતનો સિલસિલો પણ અટકી રહ્યો નથી.

રવિવારે સવારે બહાદૂરગઢના ટિકરી ખાતે આવેલા હરિયાણા-બોર્ડર પર પંજાબના વધુ એક ખેડૂતે ઝેર ખાઈને આપઘાત કરી લીધો છે. સુસાઈડ પહેલા ખેડૂતે વડાપ્રધાન મોદીના નામે એક પત્ર લખ્યો છે.

પત્રનો અમુક ભાગ ટાઈપ કરેલો છે જ્યારે અમુક ભાગ પેન વડે લખેલો છે. હાલ પોલીસ પહેલાથી ટાઈપ કરીને લાવવામાં આવેલા પત્રની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ આંદોલનમાં 30થી વધુ ખેડૂતોના મોત આત્મહત્યા અને ઠંડીના કારણે થઈ ચૂક્યાં છે.

આત્મહત્યા કરનાર ખેડૂતની ઓળખ ફાજિલ્કા જિલ્લાના મંડી લાધૂકાના રહેવાસી અમરજીત સિંહ રાયના રૂપમાં થઈ છે. તે ખેડૂત હોવાની સાથે સાથે વકીલ પણ હતા અને જલાલાબાદ બાર એસોસિએશનના સભ્ય હતા.

છેલ્લા એક સપ્તાહથી તે ધરણામાં સામેલ હતા.અમરજીત સિંહ રાયે રવિવારે સવારે દિલ્હી-હરિયાણા બોર્ડરથી લગભગ 6 કિમી દૂર પકોડા ચોક પાસે ઝેર ખાઈ લીધું. સ્થિતિ બગડતા વકીલને રોહતક PGIMS રેફર કરવામાં આવ્યા, પણ ત્યાં તેમનું મોત થઈ ગયું.

જેની પુષ્ટી ખેડૂત યૂનિયનના જિલ્લા અધ્યક્ષ સતપાલ કંબોજે કરી, જે રોહતક હોસ્પિટલમાં તેમની સાથે હતા.

ટાઈપ કરીને લઈને આવ્યા હતા વડાપ્રધાનના નામે પત્ર
મૃતક વકીલ અમરજીત સિંહે મોતને ગળે લગાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક પત્ર પણ લખ્યો છે.

જેમાં અમરજીતે ત્રણ કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યા છે. તેમણએ ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમનું બલિદાન આપવાની વાત લખી. વકીલે લખ્યું છે કે વડાપ્રધાન અમુક લોકોના જ થઈને રહી ગયા છે.

ત્રણ કૃષિ બિલ ખેડૂત, મજૂર, અને સામાન્ય માણસનું જીવન બરબાદ કરી નાંખશે. ખેડૂત,મજૂર અને સામાન્ય માણસની રોજી રોટી ન છીનવો. મળતી માહિતી પ્રમાણે, પીડિત વકીલ વડાપ્રધાનના માટે આ પત્ર પહેલાથી ટાઈપ કરીને લાવ્યા હતા.

જો કે, આ પત્રમાં હાથથી લખવામાં આવ્યું છે કે, ન્યાય પાલિકૈા પણ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.