તિરુવંતપુર કેરળના મહિલા IPS અધિકારી
તિરુવંતપુરમાં જયારે કેરળના મહિલા IPS અધિકારી મેરિન જોસેફને ખબર પડી કે કોઈ બાળકી સાથે થયેલા બળાકારને પોલીસ અને એજન્સીઓ સામાન્ય કેસ સમજી રહી છે
તો તેણે આ જાતે આ કેસને હેન્ડલ કરવા નો નિર્ણય કર્યો પરિણામ એ આવ્યું કે બે વર્ષ પહેલા મિત્રની ભાણી સાથે બળાત્કાર કરીને ભાગી ગયેલા આરોપીને આ અધિકારી સાઉદી અરબથી પકડી પડી જેલ ભેગો કર્યો છે,
શું છે આખો મામલો…
આ ઘટના કેરળના કોલ્લમની છે જયારે મેરિન જોસેફ અહીંના પોલીસ કમિશ્નર બનવા તો તેણે તરત બાળકો સાથે થયેલા ગુનાખીની તમામ ફાઇલી મેગાવો હતી.
ફાઇલની તપાસમાં તેમની સામે એક એવો કેસ ખાવ્યો, જેમાં બળાત્કારનો આરોપી ફરાર થઇ ગયો હતો.
વર્ષ તપાસ કરતાં ખબર પડી કે કોલમની એક ૧૩ વર્ષની બાળકી સાથે વર્ષ 2017માં સુનીલ કુમાર મદ્રન નામના એક વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો.
આરોપીએ જે બાળકી રેપ કર્યો હતો તે તેના મિત્રની ભાણી હતી. બાળકીએ આ ઘટનાની જાણકારી આપતાં પરિવારે પોલીસનો દરવાજો ખખડાવ્યો હતો.
આ દમિયાન બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી. વધુ દુઃખની વાત તો એ હતી કે બાળકી દ્વારા આત્મહત્યાની જાણકારી પોલીસને આપ્યા બાદ. બાળકીના મામાએ પણ આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસનો આરોપી વિદેશમાં ફરાર થઇ ગયો હતો. આરોપીની ઇન્ટરપોલ ઇન્શ્યું થવા છતાં બે વર્ષ સુધી તેને પાછો લાવવામાં પોલીસ નિષ્ફળ રહી હતી.
આરોપી ફરાર થઇ ગયાને બે વર્ષ થવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી નહોતી. તેનું મુખ્ય કારણ એવું આપવામાં આવી રહ્યો હતું કે પોલીસ અને એજન્સીઓ માટે આ કેસ નાનો હતો..
જેવી આ વાતની જાનકારી મેરિન જોસેફને થઇ તો તેણે મોરચો પોતાના હાથમાં લઈ લીધો. તેણે ઈન્ટરપોલ, સાઉદી અરબ ઇન્ડિયન એમ્બસી સાથે વાત કરી..
ઇન્ટરનેશના ઇન્વેસ્ટીગેશન સેલ જેવી એજન્સીઓનો ફરીથી સંપર્ક કર્યો હતો. બાળકીના બારોપીને પકડવા માટે તેને દિવસ-રાત એક કરી નાખ્યા હતા.
મેરિન જોસેફે જાતે સાઉદી અરબ પહોચીને આરોપીને ઝડપીને પકડી લીધો હતો. તે આપીને ઢસડીને ભારત પાછા લાવ્યા હતા.
નોંધનીય છે કે આરબ સાથે 2010માં થયેલો પ્રત્યપર્ણ સંધીના કરાણે કેસમાં મદદ મળી હતી.
IPS અધિકારી મેરિન જોસેફે પણ દેશને દેખાડી દીધું કે એક બાળકી સાથે દુષ્કર્મ કેસ કોઈ નાનો કેસના હોઈ શકે અને મહેનt કરવામાં આવે તો ખૂમાર આરોપીને પણ ક્યાંયથી ઝડપી શકાય છે.