પત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી કાઢી નાખ્યા

264

પત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી કાઢી નાખ્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે સૌથી લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલમાં દરેક પાત્ર ઘરઘરમાં જાણીતા છે. આ સિરિયલમાં થોડા સમયથી દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. લોકડાઉન બાદ કામ પર જવાનો આનંદ તો ગોકુલ ધામના દરેક પરિવારમાં જોવા મળી રહ્યો છે પરંતુ હવે એવું કાંઇક બનવાનું છે જે આ તમામ આનંદ પર, ખુશીઓ પર પાણી ફેરવી દેનારું છે. આવનારા એપિસોડમાં તમને ખબર પડશે તે પત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કોરોના વાયરસ બાદ આવેલા લોકડાઉનને કારણે પોપટલાલે તેમની નોકરી ગુમાવી દીધી છે.

ગોકુલધામના લોકો પોતાના કામ પર જવા ઉત્સાહીત

છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે ગોકુલ ધામના લોકો પોતપોતાના કામ પર જવા અંગે ઉત્સાહિત છે.

રોશનસિંહ સોઢી તમામને કામ પર મૂકવા જઈ રહ્યો છે. પણ પોપટલાલને ગેરહાજર જોઈને તમામને આશ્ચર્ય થાય છે. તેઓ પોપટલાલને શોધવા તેના ઘરે જાય છે અને ત્યાર બાદ કેટલી બધી તરકીબો અપનાવે છે ત્યારે તેમને જાણવા મળે છે કે પોપટલાલને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ભાંગી પડેલો પોપટ લાલ ક્યાંક દૂર ચાલ્યો જવા માગે છે, તે ગોકૂલ ધામ સોસાયટીથી દૂર જતો રહેલા માગે છે. તે આ આઘાત સહન કરી શકતો નથી.

આગામી એપિસોડમાં નવા વળાંક જોવા મળશે

પોતાના સાથીને આ રીતે જતો જોઇને ગોકૂલ ધામના લોકો પરેશાન થઈ જાય છે. તેઓ પોપટલાલને રોકવાનો પ્રયાસ કરે છે. તેને સમજાવે છે પરંતુ પોપટલાલ મન મનાવી બેઠા હોય છે. આમ આગામી એપિસોડમાં નવા વળાંક જોવા મળશે. તારક મહેતા ટીવી સિરિયલને બેસ્ટ ટીઆરપી મળે છે અને તેની લોકપ્રિયતા પણ સાતમા આસમાને છે.

સોર્સ