કોઇપણ ભારતીય યુવક સેનામાં થઈ શકે છે સામેલ

492

ભારતીય સેના એક પ્રપોઝલ લાવવાનું વિચારી રહી છે. જે અંતર્ગત કોઇપણ ભારતીય નાગરિક ટૂર ઓફ ડ્યુટી અંતર્ગત 3 વર્ષના સમયગાળા માટે લોજિસ્ટિક્સ એન્ડ ફ્રન્ટ-લાઇન પ્રશિક્ષણના વિસ્તારમાં 3 વર્ષના સમયગાળા માટે ભારતીય સેનામાં સામેલ થઇ શકે છે.

આ ગેમ ચેંજિંગ પ્રપોઝલ અંતર્ગત કોઇ વ્યક્તિને ભારતીય સેનાના જીવન શૈલીને જાણવાની તક આપશે જે તેમના આત્મવિશ્વાસ, જવાબદારીની ભાવના, ધીરજ/એકાગ્રતા વધારશે.

આર્મી કર્નલ અમન આનંદના જણાવ્યા પ્રમાણે આમ તો આ યુવા પેઢી માટે એક વોલંટિયર પ્રપોઝલ છે. જે સેનામાં પોતાનું કરિયર તો ન બનાવી શક્યા પરંતુ મિલિટરી પર્સનલના જીવનશૈલીનો અનુભવ લેવામાં માગે છે.

આર્મી કર્નલ અમન આનંદનું કહેવું છે કે જ્યારે મંજુરી મળી ત્યારે અંદાજે 100 અધિકારીઓ અને 1000 પુરુષોને ટ્રાયલના આધારે ભરતી કરવામાં આવશે. જો પરિયોજના સફળ રહી તો રિક્તિઓની સંખ્યા વધારવામાં આવશે. આ પ્રસ્તાવ સશસ્ત્રદળમાં સ્થાઇ સેવાની અવધારણથી અલગ ત્રણ વર્ષ માટે ઇન્ટર્નશિપની અવધારણા છે.

વર્તમાનમાં ભારતીય સેના ઉમેદવારોને 10 વર્ષના શરૂઆતી કાર્યકાળ માટે શોરિટ સર્વિસ કમિશન અંતર્ગત નિયુક્ત કરે છે જે 14 વર્ષ સુધી વધારી શકાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્વયંસેવકોના પ્રશિક્ષણ, વેતન અને ભથ્થા વગેરે સહિત પરિયોજનાને લાગુ કરવાનો ખર્ચ 80-85 લાખ રૂપિયાની થશે. જેમાં 10 વર્ષ સુધી કામ કરનારા અધિકારી માટે 5.12 કરોડ રૂપિયા અને 14 વર્ષ બાદ કાર્યરત રહેવા પર 6.83 કરોડ રૂપિયા છે.