સરકારે આવકવેરો રીર્ટન ભરવાની તારીખ 10મી જાન્યુઆરી 2021 સુધી લંબાવી

126

સરકારે આવકવેરો રીર્ટન ભરવાની તારીખ 10મી જાન્યુઆરી 2021 સુધી લંબાવી

સરકારે કોવિડ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રીટર્ન ભરવાની તારીખ દશમી જાન્યુઆરી 2021 સુધી લંબાવી છે. જ્યારે કંપનીઓ માટે નાણાંકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રીટર્ન ભરવાની તારીખ પંદરમી ફેબ્રુઆરી 2021 સુધી લંબાવી છે.


કોવિડ રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી કરદાતાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રીટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ હતી. જ્યારે કંપનીઓ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જાન્યુઆરી 2021 નક્કી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા ત્રીજીવાર રીટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ યોજના માટેની તારીખ પણ લંબાવીને એકત્રીસમી જાન્યુઆરી 2021 કરવામાં આવી છે તથા નાણાંકીય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017ની કલમ 44 મુજબ વાર્ષિક રીટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ 28 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવવામાં આવી છે.