ઈસરોના વૈજ્ઞાનિકને ઝેર આપવામાં આવ્યું હતું

162

ઈસરોના વૈજ્ઞાનિકને ઝેર આપવામાં આવ્યું હતું

ઈસરોના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું.

આ ઝેર તેમને પ્રમોશન ઈન્ટરવ્યુ દરમિયાન નાસ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું, જેને કારણે તેમનું 30થી 40 ટકા જેટલું બ્લડ લોસ થયું હતું. એનલ બ્લીડિંગ થતું હતું,

જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપન મિશ્રાના દાવા મુજબ તેમનો માંડ માંડ જીવ બચ્યો હતો. તપન મિશ્રાએ પોતાની સાથે થયેલી આ ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી છે.

ઘાતક કેમિકલ નાસ્તાની ચટણી સાથે મિક્સ કરાયું હતુંછેલ્લા લાંબા સમયથી આ રહસ્ય મેં કોઇને કહ્યું ન હતું કેમ કે દેશ માટે તે અપમાનજનક સ્થિતિ પેદા કરે તેમ હતું.

પણ યુવાન વિજ્ઞાનીઓને પ્રેરણા અને હિંમત આપવા માટે મેં તે રહસ્યને જાહેર કરવાનું નક્કી કર્યું. ઇસરો ખાતે અમે ડો. વિક્રમ સારાભાઇનાં રહસ્યમય મોત વિશે ઘણું સાંભળ્યું પણ મને ખ્યાલ .

ન હતો કે એક દિવસ હું પણ આવા રહસ્યનો ભાગ બનીશ. કેમ કે 23 મે 2017નાં રોજ ઇસરોનાં હેડક્વાર્ટર બેંગલોર ખાતે એક પ્રમોશન ઇન્ટરવ્યુ દરમિયાન મને આર્સેનિક ટ્રાયોક્સાઇડ નામનું ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન થયો હતો.

આ ઘાતક કેમિકલ કદાચ લંચ પછી પીરસાયેલા નાસ્તાની ચટણી સાથે મિક્સ કરાયું હતું.