ઈસરોએ સંચાર ઉપગ્રહ કર્યો લોન્ચ

266

ઈસરોએ સંચાર ઉપગ્રહ કર્યો લોન્ચ

ઈસરોએ સંચાર ઉપગ્રહ કર્યો લોન્ચ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેટ કનેક્ટિવિટીમાં ઉપયોગી નિવડશે
શ્રીહરિકોટા, તા. 17 ડિસેમ્બર 2020, ગુરુવાર

કોરોનાકાળ દરમિયાન ઈસરોએ વધુ એક પ્રક્ષેપણ કર્યું છે. ઈસરોએ ભારતના 42માં સંચાર ઉપગ્રહને ગુરુવારે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં મદદ કરશે. કોરોનાકાળમાં ISRO દ્વારા કરવામાં આવેલું આ બીજું પ્રક્ષેપણ છે.

શ્રી હરિકોટા સ્થિત બીજા પ્રક્ષેપણ સ્થળેથી ગુરુવારે બપોરે 3.41 વાગ્યે PSLV-C50 રોકેટ અંતરિક્ષ માટે રવાના થયું. આ સંચાર ઉપગ્રહ પ્રક્ષેપિત કરવા માટે 25 કલાકનું કાઉન્ટડાઉન બુધવારે થરૂ થઈ ચુક્યું હતું. ધ્રુવિય ઉપગ્રહ પ્રક્ષેપણ યાનનું આ 52મું અભિયાન છે.

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર(SDSC)ને SHAR પણ કહેવામાં આવે છે. CMS-01, ઈસરોના 42મો સંચાર ઉપગ્રહ છે અને તેને ભારતની મુખ્ય ભૂમિ, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપને કવર કરતા ફ્રિક્વન્સી સ્પેક્ટ્રમના વિસ્તારિત સી બેંડમાં સેવા પુરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.