ઉત્તર કોરિયાનું વધુ એક રહસ્ય ! જાહેરમાં દેખાયેલો વ્યક્તિ કિમ જોંગ નહીં પણ હતો હમશકલ..

396

આ એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુમ થયેલા ઉત્તર કોરિયાઈ તાનાશાહ પહેલી મેના દિવસે જાહેરમાં દેખાયા હતા. એ સાથે તેમના સ્વાસ્થ્ય, ગુમ થવા અંગેની વિવિધ અટકળો પર પુર્ણવિરામ મુકાયુ હતુ.

જોકે હવે નવી થિયરી સામે આવી છે કે જાહેરમાં દેખાયા એ કિમ જોંગ નહી, તેમનો હમશકલ હતો! બ્રિટનના ટોરી વિસ્તારના પૂર્વ સાંસદ લૂઈઝ મેંશે ટ્વીટ કરીને આ દાવો કર્યો હતો.

એમણે કિમ જોંગ અને ૧લી મેના દિવસે જાહેરમાં દેખાયેલા કથિત કિમ બન્નેની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેમણે વિવિધ પ્રકારના તફાવત રજૂ કર્યા હતા.

જાહેરમાં દેખાયો એ કિમ જોંગ નહીં, પરંતુ તેનો હમશકલ હતો! રહસ્યમય દેશ ઉત્તર કોરિયાનું વધુ એક રહસ્ય બ્રિટનના પૂર્વ સાંસદ લુઈઝ મેંશે ટ્વિટ કરી, થોડી વાર પછી ટ્વિટ ડિલિટ પણ કરી!

લુઈઝે ટ્વિટ ડિલિટ કરી નાખી..

જોકે આવો દાવો કર્યા પછી ગમે તે કારણો સર લુઈઝે ટ્વિટ ડિલિટ કરી નાખી હતી. અલબત્ત, ત્યાં સુધીમાં તેમની ટ્વિટના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર ફરતા થઈ ચૂક્યા હતા.

તેમની ટ્વિટમાં કિમના કાનની બૂટ, દાંત, નેણ, હાથ રાખવાની સ્ટાઈલ વગેરે તફાવત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દુનિયાના અનેક તાનાશાહો પોતાના હમશકલ રાખતા હોવાની કથા-દંતકથા ઈતિહાસમાં નોંધાઈ છે.

હિટલર હોય કે સ્ટાલિન સરમુખત્યારશાહી શાસકોને સતત ડર લાગતો રહેતો હોય છે, માટે તેમણે આવા હથકંડા અજમાવવા પડતા હોય છે.


બીજી તરફ થઈ રહ્યો છે આવો દાવો..

જોકે બીજી તરફ એવો પણ દાવો થઈ રહ્યો છે, કે જે હમશલકની તસવીરો છે, એ ફોટોશોપ કરેલી છે. માટે એ તસવીરો પણ સાચી હોવાનું માની શકાય એમ નથી. ઉત્તર કોરિયા રહસ્યમય દેશ છે. તેનું વધારે એક રહસ્ય જગત સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યું હતું.