ચીન સિક્કિમમાં અને ગલવાન નજીક કઈક રંધાઇ રહ્યું હોવાની શંકા

258

લદ્દાખ એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી તણાવ ચાલી રહ્યો છે.

ભારતીય સેના વિવિધ વિસ્તારોમાં સતત ચીની સેનાનો સામનો કરી રહી છે, ત્યારે ચીન પણ એલએસીમાં નિર્માણ કાર્યને ઝડપી બનાવવામાં વ્યસ્ત છે.

સેટેલાઇટની લેટેસ્ટ તસવીરો દર્શાવે છે કે ચીનનું પીપલ્સ લિબરેશન આર્મી મિસાઇલ સાઇટ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણની નજીક છે.

આ ઉપરાંત તેઓ સિક્કિમના નાકુ લામાં પણ આવી જ જગ્યા તૈયાર કરી રહ્યા છે.

ચીન આ સ્થળોએ એર ડિફેન્સ સિક્યોરિટી માટે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાવી શકે છે. ચીનના આ પગલાની જાણકારી ઓપન સોર્સ ટ્વિટર હેન્ડલ @detresfa દ્વારા કરવામાં આવી છે.

અન્ય એક સેટેલાઇટ ઇમેજ એક્સપર્ટ @SimTack જણાવ્યું છે કે મિસાઇલ સાઇટનું લોકેશન ડોકલામમાં ચીન, ભૂતાન અને ભારત વચ્ચેના ત્રિ-જંક્શનની નજીક છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની સેનાઓ 2017માં એક જ સ્થળે બે મહિના સુધી સંઘર્ષની સ્થિતિમાં હતી.

તપાસમાં જાણવા મળ્યું કે પીપલ્સ લિબરેશન આર્મીએ 2017ના ભારત-ચીન સંઘર્ષથી લગભગ 50 કિલોમીટર દૂર હવાઈ સંરક્ષણ માળખું ઊભું કર્યું છે.

આ સ્થળે સરફેસ-ટુ-એર મિસાઇલ સાઇટ્સ સ્થાપિત કરવામાં આવી છે, જે અગાઉના હવાઈ સંરક્ષણની ખામીઓને પહોંચી વળશે.

આ જણાવી દઈએ કે ભારત લાંબા સમયથી ડોકલામ અને ઉત્તર-પૂર્વના ઘણા ભાગોમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એર સર્વેલન્સ મિશન ચલાવી રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે ચીન ડોકલામમાં ત્રિ-જંક્શન પર નિર્માણ કાર્ય કરીને ભારત અને ભૂતાન પર દબાણ લાવવા માગે છે.

ચીનની સરકાર લાંબા સમયથી ભૂતાનથી ડોકલામમાં સીમા વિવાદ પર સમજૂતી પર છે. આ જ કારણ છે કે ચીનના સૈનિકોએ ડોકલામની નજીકના વિવાદિત વિસ્તાર પર કબજો કરી લીધો છે.