ઈન્ડિગો એરલાઈન્સમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે થયુ કંઈક એવુ કે ભરાઈ રોષે, Video થયો વાયરલ..

491

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા ઇન્ડિગો એરલાઇન્સ પર બરાબરની રોષે ભરાઇ છે. અભિનેત્રીએ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો છે. જે હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ સોનાક્ષીનો સાથ આપી રહ્યા છે.

સોનાક્ષીએ કહ્યું છે કે, તે જ્યારે ઇન્ડિગો એરલાઇન્સમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેની બોગને ફ્લાઇટ તરફથી એ રીતે મૂકવામાં આવી કે તે તૂટી ગઇ.

સોનાક્ષીએ આ માટે એક વીડિયો પર શેયર કર્યો છે. તેમાં તેણે કહ્યું હતું કે, આજે મેં ઇન્ડિગોથી યાત્રા કરી હતી. મારી આ બેગ યાત્રાની શરૂઆતમાં બિલકુલ ઠીક હતી પણ હવે આ બેગ જેનું નંબર 1 હેન્ડલ તૂટી ગયું છે, હેન્ડલ 2 પણ તૂટી ગયું છે અને પૈડા પણ ગાયબ છે, થેક્યૂ ઇન્ડિગો અને સોરી સૈમસોનાઇટ કારણ કે તમે ઇન્ડિગોથી ના બચી શક્યા!.

જો કે સોનાક્ષીનો આ વીડિયો વાયરલ થતા ઇન્ડિગોએ પણ તેની માફી માંગી છે. સાથે જ તેને કેવી રીતે કોન્ટેક્ટ કરવો તે અંગે પણ પુછ્યું હતું. જો કે બીજી તરફ સોનાક્ષીના આ વીડિયોનો યુઝર્સે પણ સપોર્ટ કર્યો છે. અનેક લોકોનું કહેવું છે કે આ બેગ સોનાક્ષીની હતી માટે કંપનીએ રિપ્લાય કર્યો. પણ જો કોઇ સામાન્ય માણસનું હોત તો કંપની રિપ્લાય પણ નથી કરતી.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search – apnubhavnagar
@apnubhavnagar
#apnubhavnagar