સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય

286

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે.


દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાને લઈ શહેરમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી હતી.

જાહેરાત બાદ ટ્વિટ કરતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને શુભેચ્છા પાઠવી. તેઓએ કહ્યું કે, દિલ્હીના લોકોને અભિનંદન. એક તરફ જ્યાં સમગ્ર દેશમાં દર વર્ષે વીજળીના દર વધી રહ્યા છે,


બીજી તરફ દિલ્હીએ વીજળીના દર 6 વર્ષ સુધી વધાર્યા નથી અને કેટલાક ક્ષેત્રોમાં દરમાં ઘટાડો પણ કર્યો છે. આ ઐતિહાસિક છે. આ એટલા માટે થઈ રહ્યું છે કે આપે દિલ્હીમાં એક ઐતિહાસિક સરકાર બનાવી.